26/01/2021
🇮🇳🇮🇳🇮🇳બધા જ ભારતવાસીઓને આપણા ૭૨માં ગણતંત્ર દિવસ ની હાર્દિક શુભકામનાઓ🇮🇳🇮🇳🇮🇳
આપણા ભારત દેશનાં🇮🇳 બંધારણનું📚 ૨૬ નવેમ્બર ૧૯૪૯ ના રોજ ભારતીય બંધારણ સભા દ્વારા સ્વીકાર👍 કરવામાં આવ્યો હતો અને ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ લોકશાહી ભારતીય બંધારણ સભા દ્વારા સ્વીકાર👍 કરવામાં આવ્યો હતો અને આ લોકશાહી પરંપરા આજ ના જ દિવસે ૧૯૫૦ મા દેશના સ્વતંત્ર પ્રજાસત્તાક તરફ સંક્રમણ પૂર્ણ કરતા અમલમાં મુકવામાં આવી હતી. પ્રજાસત્તાક દિવસની તારીખ તરીકે ૨૬ જાન્યુઆરીની પસંદગી કરવામાં આવી હતી કારણ કે તે ૧૯૨૯ માં આ દિવસે જ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા બ્રિટિશ શાસન🏴 દ્વારા આપવામાં આવેલી પ્રભુત્વની વિરુદ્ધ🤜🤛 ભારતીય સ્વતંત્રતાની ઘોષણા (પૂર્ણ સ્વરાજ)💪 જાહેર કરવામાં આવી હતી.
ભારત ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ ના રોજ સ્વતંત્ર💐 થયું અને તેના બંધારણને📚 ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ એકીકૃત કરવામાં આવ્યું, જે હેઠળ ભારત દેશને લોકશાહી, સાર્વભૌમ અને પ્રજાસત્તાક દેશ જાહેર કરવામાં આવ્યો. તેથી દર વર્ષે ૨૬ જાન્યુઆરીને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પ્રજાસત્તાક દિનની ઉજવણીની પરંપરા દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદે ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ ૨૧ તોપોની💣 વંદના🙏 આપીને કરી હતી. ત્યારથી, દર વર્ષે આ દિવસને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આ દિવસે દેશભરમાં રાષ્ટ્રીય રજા હોય છે.
---
ડેઇલી નીડ ડ્રાયફ્રુટ્સ
૦૧, ઘનશ્યામ નગર, સ્વામિનારાયણ મંદિર ની બાજુમાં, વિરાટ નગર, ઓઢવ, અમદાવાદ - ૩૮૨૪૧૫