Disha Pathology Laboratory

Disha Pathology Laboratory Writer • Diagnostic Lab Specialist • Sharing real-world lab insights & evidence-based guidance.

08/06/2026
🩸 HbA1c ડાયાબિટીસનાં નિદાન અને નિયંત્રણની જાણકારી માટે લોહીની તપાસ
17/01/2026

🩸 HbA1c
ડાયાબિટીસનાં નિદાન અને નિયંત્રણની જાણકારી માટે લોહીની તપાસ

💊 Vitamin B12 Test(Test Preparation Guidelines & Information) The test measures the level of Vitamin B12 in your blood.V...
06/01/2026

💊 Vitamin B12 Test
(Test Preparation Guidelines & Information)
The test measures the level of Vitamin B12 in your blood.
Vitamin B12 is essential for:
• Healthy nerves 🧠
• Red blood cell formation 🩸
• Energy and memory ⚡
Low B12 levels can cause fatigue, weakness, nerve problems and memory issues.
________________________________________
👉 When is this test recommended?
• Constant tiredness or weakness
• Tingling or numbness in hands & feet
• Memory or concentration problems
• Anemia
• People following a long-term vegetarian or vegan diet
________________________________________
📋 Test Preparation (Important)
✔ No fasting required
✔ Blood sample can be given anytime
⚠ Very important:
• If you have taken Vitamin B12 injection or high-dose supplements, wait at least 2 weeks before testing
• After a recent Vitamin B12 injection or high-dose supplementation, serum B12 levels can become transiently very high and do not reflect true body stores.
It is common to see reported values such as:
• >1000 pg/mL
• >2000 pg/mL
These results can be misleading (falsely high) if testing is done too soon.
• The lab value is technically real, but it is clinically misleading
• It reflects recent supplementation, not the patient’s baseline B12 status

📝 How to Prepare for Your Thyroid Tests🦋 TSH, T3-Total, T4-Total, Free T3, Free T4• Fasting usually not required. • Morn...
28/12/2025

📝 How to Prepare for Your Thyroid Tests
🦋 TSH, T3-Total, T4-Total, Free T3, Free T4
• Fasting usually not required.
• Morning sample preferred.
• Give samples at the same time for follow-ups.
• Avoid testing immediately after dose change (ideally 6–8 weeks).
• TSH shows normal daily variation. Usually does not affect clinical interpretation.

🩸 CBC - કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ, સૌથી સામાન્ય લોહીની તપાસ
24/12/2025

🩸 CBC - કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ, સૌથી સામાન્ય લોહીની તપાસ

24/12/2025

નિયમિત સ્વાસ્થ્ય પરીક્ષણ (Routine Health Checkup) માં સામાન્ય રીતે નીચે મુજબની મહત્વની તપાસનો સમાવેશ કરવામાં આવે છે:
કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ (CBC/હિમોગ્રામ): હિમોગ્લોબિન, લાલ રક્તકણોની ગણતરી, હિમેટોક્રિટ, લાલ રક્તકણોના સૂચકાંકો, કુલ શ્વેતકણોની ગણતરી અને વિભિન્ન શ્વેતકણોની ટકાવારી અને સંખ્યા, પ્લેટલેટની ગણતરી. આ રિપોર્ટ એનિમિયા (લોહીની ઉણપ), ચેપ, લ્યુકેમિયા અને અન્ય રક્તવિકારનાં નિદાન માટે ઉપયોગી છે.
ડાયાબિટીસનાં નિદાન અને નિયંત્રણ માટે: Fasting Glucose (FBS) - ફાસ્ટિંગ ગ્લુકોઝ (ભૂખ્યા પેટે લોહીમાં શુગરનું પ્રમાણ અને HbA1c-HPLC (Estimated Average Glucose -eAG) એ૧સી: છેલ્લા ૨-૩ મહિનાનું લોહીમાં સરેરાશ શુગરના સ્તરનું માપ. ડાયાબિટીસનાં લાંબા ગાળાના નિયંત્રણની જાણકારી માટે.
લિપિડ પ્રોફાઇલ (Lipid Profile): લોહીમાં વિવિધ પ્રકારનાં કોલેસ્ટેરોલ અને ટ્રાઇગ્લિસરાઇડ્સનું પ્રમાણ તથા અન્ય લિપિડ ઘટકોનું સ્તર. આને કોલેસ્ટ્રોલ ટેસ્ટ પણ કહેવાય છે, જે હૃદયરોગના જોખમની તપાસ માટે લોહીમાં ચરબીનું પ્રમાણ માપે છે.
લીવર ફંક્શન ટેસ્ટ (LFT): લીવરનાં સ્વાસ્થ્ય માટેનાં પરીક્ષણો: ચોક્કસ પ્રકારનાં ઉત્સેચકો, પ્રોટીન, આલ્બ્યુમિન અને બિલીરૂબિન જેવા વિવિધ પદાર્થોનું પ્રમાણ.
કિડની ફંક્શન ટેસ્ટ (KFT/RFT): કિડની(મૂત્રપિંડ)ની કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરવા માટેનાં પરીક્ષણો, ક્રિએટિનાઇન, જી.એફ.આર., યુરિયા, યુરીક એસિડ, ઇલેકટ્રોલાઇટ્સ(સોડિયમ, પોટશિયમ અને ક્લોરાઈડ) તેમજ કેલ્શિયમ અને ફૉસ્ફરસ જેવા વિવિધ પદાર્થોનું પ્રમાણ.
થાઈરોઈડ પ્રોફાઇલ (Thyroid Profile, Total T3, Total T4, TSH): થાઇરોઇડ ગ્રંથિ ને સંબંધિત અંત:સ્ત્રાવોનું પ્રમાણ. આ તપાસમાં મેટાબોલિઝમ અને ઊર્જા સ્તરને નિયંત્રિત કરતા થાઇરોઇડ હોર્મોન્સનું પરીક્ષણ થાય છે.
વિટામિન બી-૧૨ (કોબાલામીન) - Vitamin B12 (Cyanocobalamin): જે ચેતાતંત્રની તંદુરસ્ત કામગીરી અને લાલ રક્તકોશિકાઓનાં ઉત્પાદન માટે જરૂરી છે. બી-૧૨ની ઉણપને લીધે એનીમીયા, હાથ-પગમાં ઝણઝણાટી, નબળી યાદશકિત અને પાચનશક્તિ, વજન ઓછું થવું, ભુખ ન લાગવી, હાથ-પગની કળતર, શ્વાસ ચઢવો, ગભરામણ જેવાં લક્ષણો દેખાય છે.
વિટામીન ડી (૨૫-હાઈડ્રોક્સી વિટામિન ડી - Vitamin D (25-Hydroxy Vit. D): આ તપાસ વિટામિન ડીની ઉણપ, હાઈપરવિટામિનોસિસ તેમજ રિકેટ્સ અને ઑસ્ટિઓમાલેશિયાના કારણોનાં નિદાન માટે જરૂરી છે. વિટામીન ડી હાડકાના સ્વાસ્થ્ય, રોગપ્રતિકારક કાર્ય અને અન્ય શારીરિક કાર્યો માટે મહત્વપૂર્ણ છે. બધા જ પ્રકારના વિટામિનની સરખામણીએ ભારતના લોકોમાં વિટામિન ડીનું પ્રમાણ આશ્ચર્યજનક રીતે ઘટી રહ્યું છે. વિટામિન ડીનો સૌથી મોટો સ્ત્રોત સૂર્યકિરણો છે.
યુરીન રૂટીન ટેસ્ટ (Urine Routine Examination): પેશાબના રંગ, pH, સાંદ્રતા, પ્રોટીન, શુગર, કીટોન, પિત્ત ક્ષાર, લોહી, નાઇટ્રાઇટ, લ્યુકોસાઇટ એસ્ટેરેઝ, પરુ-રસી, લાલ રક્તકણો, ક્ષાર, જીવાણુઓ - પરોપજીવીઓની તપાસ દ્વારા મૂત્રમાર્ગનાં ચેપ, પથરી તથા કિડની અને લીવરની વિવિધ સમસ્યાઓનાં પ્રાથમિક નિદાન માટે જરૂરી તપાસ.
કેન્સર સ્ક્રીનિંગ (Cancer Screening): ઉંમર અને જોખમી પરિબળોના આધારે, સ્ત્રીઓ માટે પેપ સ્મીયર (Pap smear) અને મેમોગ્રામ અને પુરુષો માટે PSA (પ્રોસ્ટેટ કેન્સર સ્ક્રીનીંગ) જેવા પરીક્ષણો સૂચવવામાં આવી શકે છે.
હૃદયની તપાસ: હૃદયનાં સ્વાસ્થ્યની સ્થિતિ જાણવા માટે ECG (ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ) અને જરૂર જણાય તો TMT અથવા 2D Echo કરવામાં આવે છે.
ઇમેજિંગ ટેસ્ટ (Imaging Tests) - રેડિયોલોજી: અને પેટની સોનોગ્રાફી (USG Abdomen), સામાન્ય રીતે છાતીનો એક્સ-રે (Chest X-Ray) અને પેટની સોનોગ્રાફી (અલ્ટ્રાસાઉન્ડ - USG Abdomen) આંતરિક અવયવોની સ્થિતિ તપાસવા માટે કરવામાં આવે છે.
નોંધ: કૃપા કરીને તમારા લેબ રિપોર્ટ્સનું અર્થઘટન લાયકાત ધરાવતા અનુભવી તબીબ દ્વારા કરાવો. માત્ર એક ડૉક્ટર જ ચોક્કસ નિદાન અને સારવાર કરી શકે છે.
સ્વસ્થ અને ખુશહાલ જીવન માટે સમયાંતરે સ્વાસ્થ્ય પરીક્ષણ અત્યંત આવશ્યક છે, કારણ કે મોટા ભાગની ગંભીર બીમારીઓ શરીરમાં ધીમે-ધીમે અને જાણ વગર પ્રસરે છે. જો વહેલાસર બીમારીનું નિદાન થઇ જાય તો યોગ્ય સારવાર થઇ શકે, કાબૂમાં રાખી શકાય કે સંપૂર્ણ મટાડી શકાય.

જ્યારે દર્દીઓ અમારી લેબમાં તપાસ માટે સેમ્પલ આપવા માટે આવે ત્યારે તેઓ સૅમ્પલ કલેકશન અને રિપોર્ટ વિષે વિવિધ પ્રશ્નો અને મૂ...
24/12/2025

જ્યારે દર્દીઓ અમારી લેબમાં તપાસ માટે સેમ્પલ આપવા માટે આવે ત્યારે તેઓ સૅમ્પલ કલેકશન અને રિપોર્ટ વિષે વિવિધ પ્રશ્નો અને મૂંઝવણો સાથે કોઈ સવાલ પૂછતાં રહેતા હોય છે, અમે પણ તેઓ સરળતાથી સમજી શકે એવી રીતે તેમનાં દરેક સવાલોનાં જવાબ (Q & A ) આપી તેમની સમસ્યા અને મૂંઝવણ નો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ.
ક્યારેક કોઈ સંજોગોમાં અને સમયનાં અભાવે તેઓના દરેક પ્રશ્નોનાં જવાબ આપવાનું શક્ય હોતું નથી, એવું પણ બનતું હોય કે શરમ કે સંકોચનાં લીધે તેઓ તેમની મૂંઝવણ વિષે વાત કરવાનું ટાળતા હોઈ શકે, જેના વ્યવહારિક સમાધાન માટે અમે વર્ષો પહેલા અમારે ત્યાં આવતા દર્દીઓ દ્વારા પૂછવામાં આવતા પ્રશ્નોની ક્રમાંક મુજબ એક સૂચિ તૈયાર કરી જેના યોગ્ય અને સરળ ભાષામાં જવાબ તૈયાર કરી એક પત્રિકા છપાવી, જે અમે દર્દીઓને આપતા, અને એવું કહેતા કે આ પત્રિકામાં તમારા સવાલોના જવાબ મળી જશે છતાં પણ જો કોઈ અન્ય ખાસ પ્રશ્ન હોય તો અમે વ્યક્તિગત રીતે સંતોષકારક જવાબ આપવા કોશિશ કરીશું, આ પેમ્ફલેટ કે પત્રિકા આજે વાંચી તો એવું લાગ્યું કે દરેકને અલગ અલગ માહિતી આપવા કરતાં આ પત્રિકા વધારે યોગ્ય અને આજનાં સમયમાં પણ સુસંગત છે.

Address

Ahmedabad
382418

Opening Hours

Monday 7:30am - 8pm
Tuesday 7:30am - 8pm
Wednesday 7:30am - 8pm
Thursday 7:30am - 8pm
Friday 7:30am - 8pm
Saturday 7:30am - 8pm
Sunday 8am - 12pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Disha Pathology Laboratory posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share