આરોગ્ય અપડેટ

આરોગ્ય અપડેટ 💚 તમારું આરોગ્ય – અમારી જવાબદારી 💚

📌 દરરોજ મેળવો:
✔️ આયુર્વેદિક ટીપ્સ 🌿
✔️ ઘરગથ્થુ ઉપચાર 🏡
✔️ જીવનશૈલી સલાહ ⚡
(2)

🌿 પર્યાવરણ પ્રેમી ની અનોખી પહેલ....🌿        સફળતા મળે કે ન મળે કર્મ હંમેશા કરતાં રહેવું અને કાપડ ની થેલી વાપરીએ પર્યાવરણ...
05/06/2026

🌿 પર્યાવરણ પ્રેમી ની અનોખી પહેલ....🌿

સફળતા મળે કે ન મળે કર્મ હંમેશા કરતાં રહેવું અને કાપડ ની થેલી વાપરીએ પર્યાવરણ ની હેલી માણીએ પંક્તિ ને ઉજાગર કરતા કાંતિલાલ ભુત....

🌿પર્યાવરણ ના પ્રેમી, વૃક્ષો વાવી જતન માવજત અને ઉછેર કરવો, સમાજ ને અંધ શ્રધ્ધા માંથી મુક્તિ અપાવવી, દિવ્યાંગો ની સેવા કરવી, સ્વચ્છતા ના સિપાહી આજે માત્ર ને માત્ર રાજકોટ જ નહિ પરંતુ દેશ માટે પ્રેરણા પૂરી પાડતું અનોખુ વ્યક્તિ એટલે રાજકોટ ના કાંતિલાલ ભુત.....

નિવૃતિ માં પ્રવૃતિ... પણ કેવી...? દેશ જોગ સુંદર સંદેશ આપે તેવી હો.... 🌿
ઘર, ગામ, શહેર, જિલ્લો, રાજ્ય અને દેશ ના બાગ બગીચા વન વિભાગ પ્લાસ્ટિક મુક્ત રાખવાના વિચાર થી આજે પ્રેરણા નો સ્ત્રોત બનતા આવ્યા છે. 🌿

કાંતિલાલ ભુત આજે આશરે 75 વર્ષની ઉંમર ધરાવે છે છતાં કહી શકાય કે ઉંમર ભલે મોટી હોય પરંતુ પ્લાસ્ટિક ની થેલી ને બદલે કાપડ ની થેલી વાપરવાના આગ્રહી પોતાની સાથે અન્યો ને પણ પ્રેરે છે અને નિઃશુલ્ક કાપડ ની થેલી ઓ ભેટ માં આપે છે... દરરોજ સવારે રાજકોટ ની અલગ અલગ વિસ્તાર ની કોઈપણ એક માર્કેટ માં કાપડ ની થેલીઓ લઈને જાય છે અને નિઃસ્વાર્થ આશા અપેક્ષા વગર માર્કેટ માં આવતા લોકો ને પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ નો સંદેશ આપી જાગ્રુતતા લાવવા ભેટ માં થેલીઓ આપે છે. સાથે સાથે તેઓ શહેર ના બાગ બગીચા માં પણ જઈને સફાઈ અભિયાન અંતર્ગત મારું શહેર ચોખ્ખું શહેર ના સંદેશ સાથે પ્લાસ્ટિક ની થેલી ઓ એકત્ર કરે છે.....

🌿 આવો સૌ સાથે મળીને કાંતિદાદા ના વિચાર ને અનુસરીએ...
પ્લાસ્ટિક મુક્ત દેશ બનાવીએ... પર્યાવરણ જાળવણી કરીએ..🌿

🌿.........જ્યાં હશે સ્વચ્છતા ત્યાં હશે પ્રભુતા........🌿
🇮🇳 જય જય ગરવી ગુજરાત 🇮🇳

05/06/2026
05/06/2026

સોશ્યલ મીડિયા ના સદઉપયોગી હેલ્પીગ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રણેતા અને સેવા સેતુ ના સ્વપ્નદ્રષ્ટા મહેશ ભુવા ના જન્મદિને રક્તદાન કેમ્પ અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા બાળરોગ નિદાન કેમ્પ સહિત જરૂરિયાતમંદ માટે રચાશે 7/6/2026 એ સેવાસેતુ....

મહેશભાઈ ભુવા ના જન્મદિવસ નિમિત્તે સેવાસેતુ દ્વારા આયોજીત 7 જૂન 2026 ના રોજ મહા રક્તદાન સાથે સુરતના નામાંકિત સુપર સ્પેશિયાલિસ્ટ બાળરોગ નિષ્ણાંત ડોક્ટરો ની ટીમ દ્વારા બાળરોગ સચોટ નિદાન કેમ્પ.....

🎁 રક્તદાતાઓને પ્રોત્સાહિત સરપ્રાઈઝ ગિફ્ટ 🎁

📰 સેવા સન્માન પત્ર સાથે ખાસ સરપ્રાઈઝ 1k ગિફ્ટ 🎁 ની સપ્રેમ ભેટ અર્પણ કરી સન્માનીત કરવામાં આવશે....
સાથે સાથે માનવંતા મહેમાનો તરફથી.....

શુધ્ધ અને સાત્વિક #વાસ્તુ_બ્રાન્ડ 200 ગ્રામ #ઘી....

ફેશન બ્રાન્ડ બે #ચોપડા,

Red White બ્રાન્ડ બે #ચોપડા,

#ટેસ્ટી પાણીપુરી ની #કીટ,

#હીરો_ફૂડ બ્રાન્ડ ફૂડ #કીટ.....

🙏🚩 સેવા નું સરનામું 🚩🙏🩸

તા. 07/06/2026 રવિવાર સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી... સ્થળ ઃ– " સેવાસેતુ " એપલ સ્ક્વેર શોપ નં. 232 નાકરાણી ગોલ્ડ ની સામે, યોગીચોક સુરત મો.. 87587 58778

આને કહેવાય ભગવાન નુ બીજું રૂપ..... જેણે માનવતા દેખાડી સાબિત કર્યું કે હજુ લોકો મા માનવતા ની સદભાવના છે...મહેશભાઈ ભુવા ના...
04/06/2026

આને કહેવાય ભગવાન નુ બીજું રૂપ..... જેણે માનવતા દેખાડી સાબિત કર્યું કે હજુ લોકો મા માનવતા ની સદભાવના છે...
મહેશભાઈ ભુવા ના જન્મદિવસ નિમિત્તે આયોજીત બાળરોગ નિદાન કેમ્પ માં સુરત ના સ્પેશિયલ અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ની ટીમ કે જેઓ બાળરોગ ના નામાંકિત નિષ્ણાંત છે જેઓ 7 જૂન 2026 ને રવિવારે સવારે 9 થી 1 વાગ્યા સુધી કેમ્પ નો લાભ લેવા આવતા તમામ બાળકો નું સચોટ નિદાન સલાહ સૂચન માર્ગદર્શન આપશે...

ડૉ. પ્રશાંત રામાણી જન્મ થી 16 વર્ષ સુધી ના તમામ બાળરોગ નિષ્ણાંત.......✅

ડૉ. રિતેશ વેકરીયા હૃદય રોગ સુપર સ્પેશિયાલિસ્ટ.....✅

ડૉ. રોમિત ભુવા જન્મ થી 16 વર્ષ સુધી ના તમામ બાળરોગ નિષ્ણાંત.......✅

7 જૂન 2026 સવારે 9 થી 1 વાગ્યા સુધી.......
હેલ્પીંગ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સેવા સેતુ
એપલ સ્ક્વેર શોપ નં 232 નાકરાણી જવેલર્સ ની સામે
યોગીચોક સુરત મો. નં. 8758758778

આત્મીયતા કહો કે સ્નેહિયતા મિત્રતા કહો કે સાચી દોસ્તી ના ફરજદાર....પણ મનસુખભાઈ છે એક મિત્ર પ્રત્યે લાગણી નો ધબકાર....એવું...
04/06/2026

આત્મીયતા કહો કે સ્નેહિયતા
મિત્રતા કહો કે સાચી દોસ્તી ના ફરજદાર....પણ મનસુખભાઈ છે એક મિત્ર પ્રત્યે લાગણી નો ધબકાર....

એવું કહેવાય છે કે સાચો મિત્ર એવી જ રીતે આપણા જીવનમાં આવે છે જેવી રીતે આપણી રાહ જોતો સૂર્ય ઉગે છે.. ત્યારે 7 જૂન 2026 ને રવિવારે મિત્રના જન્મદિવસે મિત્ર કરશે 120 મી વખત રક્તદાન

મિત્રના જન્મદિવસે મિત્ર દ્વારા 120 મી વખત રક્તદાન કરવું એ ખૂબ જ પ્રેરણાદાયી મહાન કાર્ય છે.રક્તદાન એ સૌથી મોટું દાન છે, જે ત્રણ વ્યક્તિના જીવનને બચાવી શકે છે. મિત્રની આ સેવાભાવ અને સમર્પણને સલામ કરીએ છીએ. આમના રક્તદાન થી જરૂરિયાત મંદ ને નવું જીવન મળશે.

મિત્રના આ કાર્યથી આપણને પ્રેરણા મળે છે કે આપણે પણ સમાજ માટે કંઈક તો કરી શકીએ છીએ. રક્તદાન એ એક એવી સેવા છે જે આપણે બધા કરી શકીએ છીએ અને અનેક જરૂરિયાત મંદ દર્દીઓ ના જીવનને બચાવી શકીએ છીએ.

મહેશભાઈ ભુવા જેવા મિત્ર ને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી તેમના દ્વારા આયોજીત રક્તદાન કેમ્પ માં મનસુખભાઈ કાસોદરિયા રક્તદાનની સેવા બજાવશે એમના જેવા સેવાભાવી લોકોના કારણે સમાજમાં સકારાત્મકતા અને પ્રેરણા ફેલાય છે.

"સેવા એ જ સાચી પૂજા છે" - આ શબ્દોને સાચા પાડતા મિત્રની આ સેવાને અમે સલામ કરીએ છીએ....

સુરત ના હેલ્પીંગ ચેરિટેબલ ટ્રસ્ટ ના સ્થાપનાના તૃતિય વાર્ષિકોત્સવ દિવસ અને મહેશભાઈ ભુવા ના જન્મદિવસ નિમિત્તે સેવાની ડબલ ધમાલ જેવું આયોજન કરવામાં આવ્યું છે તો આ કેમ્પ માં ચાલો આપણે પણ જોડાઈએ.... સેવા ની સુવાસ પ્રસરાવતા સાથીદાર બનીએ......

🩸રકતદાન કેમ્પ🩸 + 🩺બાળરોગ નિદાન કેમ્પ 🩺

તા.૦૭/૦૬/૨૦૨૬ રવિવાર
સવારે ૯:૦૦ થી બપોરે ૦૧:૦૦ સુધી...

👦👧બાળરોગ નિદાન કેમ્પ👧👦

સ્પેશીયલ અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા બાળરોગ નિઃશુલ્ક તપાસ નિદાન કેમ્પ

કેમ્પ નો વધુ માં વધુ લોકો ને લાભ લેવા અપીલ કરીએ છીએ.

🩸🙏🚩 સેવા નું સરનામું 🚩🙏🩸

તા. 07/06/2026 રવિવાર સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી... સ્થળ ઃ– " સેવાસેતુ " એપલ સ્ક્વેર શોપ નં. 234 નાકરાણી ગોલ્ડ ની સામે, યોગીચોક સુરત મો.. 87587 58778

આપનો દોસ્ત સેવા નો સાથી.....✍️











02/06/2026

હેલ્પીંગ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત સંચાલીત સેવા સેતુ ના તૃતિય વાર્ષિકોત્સવ અને સંસ્થા ના પ્રમુખ શ્રી મહેશભાઈ ભુવા ના જન્મદિવસ નિમિત્તે યોજેલ મહા રક્તદાન કેમ્પ - બાળરોગ નિદાન કેમ્પ માં પધારવા સેવાભાવ થી આમંત્રણ.......

7/6/2026 રવિવાર.....
સવારે 9 થી 1 વાગ્યા સુધી....
હેલ્પીંગ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત સેવાસેતુ
એપલ સ્ક્વેર શોપ નં. :— 234
નાકરાણી જવેલર્સ ની સામે યોગીચોક, સુરત.
મો. નં. 8758758778

7/6/2026 રવિવાર સવારે 9 થી 11 બાળરોગ નિદાન કેમ્પ... #સેવાસેતુ  232 એપલ સ્ક્વેર, નાકરાણી ગોલ્ડ ની સામે યોગીચોક સુરત. મો. ...
29/05/2026

7/6/2026 રવિવાર સવારે 9 થી 11 બાળરોગ નિદાન કેમ્પ...
#સેવાસેતુ 232 એપલ સ્ક્વેર, નાકરાણી ગોલ્ડ ની સામે
યોગીચોક સુરત. મો. 87587 58778
7/6/2026 રવિવાર સવારે 9 થી 1 રક્તદાન કેમ્પ........

#સેવા #માનવતા #સાચોધર્મ #દયાભાવ #સેવાભાવ
#પ્રેરણા #માનવસેવા #જીવનસત્ય #સારા_વિચાર
#પ્રેમ #દયા #સંસ્કાર #પરોપકાર #જીવનપ્રેરણા












કામની વાત... સેવાની વાત.....અમે તો ખૂબ શેર કરી...                                       તમે પણ દમ હોય તો શેર કરો.....આહવ...
29/05/2026

કામની વાત... સેવાની વાત.....અમે તો ખૂબ શેર કરી...
તમે પણ દમ હોય તો શેર કરો.....
આહવાન....હાકલ... આમંત્રણ....નિમંત્રણ....
એક બોટલ બ્લડ માટે સોશ્યલ મીડિયા ની મદદ લેવી પડતી હોય ત્યારે આજે એજ સોશ્યલ મીડિયા ના માધ્યમ થી મુકેલ આ પોસ્ટ એળે નહીં જવા દેતા.... કેમ કે જેમને જરૂર પડી હોય તે જ આ પીડા જાણતું હોય છે... આ પોસ્ટ ને વધુ માં વધુ શેર કરજો અને સુરત ના તમામ રક્તદાતાઓને સેવા ના સાથ થી પધારવા હાકલ સમજો કે આહવાન સમજો કે પછી સેવા ના સાથીદાર નું હૃદય થી આમંત્રણ - નિમંત્રણ કરવામાં આવે છે...

🩸 રક્તદાન એ જ મહાદાન છે 🩸
કોઈના ચહેરા પર સ્મિત લાવવા માટે અને
કોઈનો અમૂલ્ય જીવ બચાવવા માટે
રક્તદાન એ સૌથી મોટું અને પવિત્ર દાન છે.
બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કરવાનો લહાવો લેવો જોઈએ.
આપણું નાનું સરખું યોગદાન પણ કોઈના પરિવાર માટે નવું જીવન બની શકે છે.

સેવા એટલે માનવતા નો સાચો ધર્મ.....
આજ ના સમય માં “સેવા” નો સાચો અર્થ ઘણા લોકો ભૂલી ગયા છે. સેવા એટલે માત્ર પૈસા આપવાં નહિ, પણ પોતાની ક્ષમતા પ્રમાણે કોઈના માટે કામ આવવું.
તમારા માં જેટલું સમર્થ્ય હોય એટલી સેવા જરૂર કરો. કારણ કે ભગવાને આપણને જે આપ્યું છે એમાંથી થોડું બીજાના સુખ માટે વાપરવું એ જ સાચી માનવતા છે.

રસ્તા પર કોઈ વૃદ્ધ દાદા રોડ ક્રોસ કરતા હોય અને તમે તેમને હાથ પકડીને પાર ઉતારો, એ પણ સેવા છે.

કોઈ ભૂખ્યા વ્યક્તિને ભોજન કરાવો, એ પણ સેવા છે.

ગાયોને પાણી પીવડાવવું, ચારો નાખવો, પ્રાણીઓની સંભાળ રાખવી આ પણ સેવા અને પુણ્યનું કામ છે.

કોઈ દુઃખી માણસને સાંત્વના આપવી, કોઈના આંસુ પોચા કરવાં – એ સૌથી મોટી સેવા છે.

સેવા માટે મોટું બનવું જરૂરી નથી, દિલ મોટું હોવું જરૂરી છે.

જીવનમાં જે માણસ બીજાના કામ આવે છે, એ માણસ ક્યારેય ખાલી હાથ નથી રહેતો.

માનવતા, દયા અને સેવા આ ત્રણ વસ્તુ માણસને સાચા અર્થમાં મહાન બનાવે છે.

કોઈપણ કામ કરો, પણ દિલમાં સેવા નો ભાવ જરૂર રાખો.

કારણ કે દુનિયામાં પૈસા થી બધું મળી શકે, પણ દિલથી કરેલી સેવા નો આનંદ ક્યાંય જ નથી મળતો.
#સેવા #માનવતા #સાચોધર્મ #દયાભાવ #સેવાભાવ
#પ્રેરણા #માનવસેવા #જીવનસત્ય #સારા_વિચાર
#પ્રેમ #દયા #સંસ્કાર #પરોપકાર #જીવનપ્રેરણા



7/6/2026 રવિવાર સવારે 9 થી 11 બાળરોગ નિદાન કેમ્પ...
#સેવાસેતુ 232 એપલ સ્ક્વેર, નાકરાણી ગોલ્ડ ની સામે
યોગીચોક સુરત. મો. 87587 58778
7/6/2026 રવિવાર સવારે 9 થી 1 રક્તદાન કેમ્પ........











સૌરાષ્ટ્ર ના ભુવા મહેશે સુરત માં સવા દસકા માં અનેક વ્યક્તિઓના જીવન માં ખુશી ની સ્મિત પ્રદાન કરી લીધા સેવા ના આશીર્વાદ જે...
28/05/2026

સૌરાષ્ટ્ર ના ભુવા મહેશે સુરત માં સવા દસકા માં અનેક વ્યક્તિઓના જીવન માં ખુશી ની સ્મિત પ્રદાન કરી લીધા સેવા ના આશીર્વાદ જેના માધ્યમ થી આજે ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ કરશે આરોગ્ય સબંધિત સેવા સેતુ....

સુરત ની હેલ્પ્પીંગ ચેરીટેબલ ટ્રસ્ટ સેવા સંસ્થાન સેવા નો 1100 મો દિવસ જરૂરિયાતમંદ પરિવારો ના બાળકો ની કોઇપણ બીમારી ના સુપર સ્પેશિયલ તબીબોના સચોટ નિઃશુલ્ક નિદાન કેમ્પ અને એક રક્તદાન કેમ્પ કરી ઉજવવા જઈ રહી છે.....

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે સુરત ની સેવા સંસ્થાન હેલ્પ્પીંગ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત સંચાલીત સેવા સેતુ ના તૃતિય વાર્ષિકોત્સવ અને સંસ્થા ના પ્રમુખ શ્રી મહેશભાઈ ભુવા ના 32 માં જન્મદિવસ ને ખાસ સેવા દિવસ તરીકે ઉજવવામાં આવશે સૌ પ્રથમ 7.6.2026 ના રોજ સવારે 9 થી 11 જરૂરિયાતમંદ પરિવારો ના બાળકો ના આરોગ્ય લક્ષી સ્વાસ્થ્ય અંતર્ગત સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો ની ટીમ દ્વારા નિઃશુલ્ક નિદાન કરવામાં આવશે....... તેમજ શહેર ના અતિ જરૂરિયાતમંદ દર્દીઓ માટે લોહી ની પડતી અછત ને પહોંચી વળવા એક દિવસીય રક્તદાન કેમ્પ નો સવારે 9 વાગ્યાથી પ્રારંભ કરવામાં આવશે....

જાહેર જીવન માં જન્મદિવસ અને સેવા સંસ્થા ના તૃતિય વર્ષ મંગલ પ્રવેશ નિમિતે શહેર ના બાળકો ની આરોગ્ય સંભાળ લેવાની સાથે અતિ જરૂરિયાતમંદ દર્દી માટે રક્તદાન કેમ્પ યોજી સુંદર સંદેશ આપતા સાથીદાર મિત્ર મહેશભાઈ ભુવા આપ સામાજીક સેવા ના પગલે લેવલે અમૂલ્ય યોગદાન આપી રહ્યા છો.

સમસ્ત માનવ સમાજ પ્રત્યે આપની અવિરત મહેનત, સમર્પણ અને ઉત્કૃષ્ટ કાર્યશૈલી સૌના માટે પ્રેરણાસ્ત્રોત છે. આપના લોકોપયોગી યોગદાન બદલ અમો ખુબ ખુબ અભિનંદન પાઠવીએ છીએ..
આપની અંદર રહેલી પ્રભુ અર્પિત પ્રેરકશકિત સન્માનીયતા ને પાત્ર છે. પ્રભુ અર્પિત સાશ્વત શક્તિ ને હકારાત્મકતા ના વલણો દ્વારા ઉજાગર કરી જ્યોત પ્રજ્વલિત કરતા રહો અને આખા વિશ્વમાં વર્તન વ્યવહાર આચાર વિચાર થકી સજાગતા સભાનતા સત્વિચાર
ના સત્કાર્ય ની સુવાસ ફેલાવતા રહો. આપ ભવિષ્યમાં પણ આવી જ રીતે સમાજ માટે હકારાત્મક ઉર્જા નું સિંચન કરતા રહો અને ખૂબ જ પ્રગતિ કરો તેવી અંતઃકરણપૂર્વક શુભેચ્છાઓ સહ આપનું જીવન હંમેશા સેવા કાર્યથી મહેકતું રહે, આપ હર હંમેશ લોક ઉપયોગી કાર્યમાં અગ્રેસર રહો એવી પ્રભુ પાસે હદયથી પ્રાર્થના કરીએ છીએ.











Address

Surat

Website

Alerts

Be the first to know and let us send you an email when આરોગ્ય અપડેટ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share