31/05/2026
વિશ્વ તમાકુ નિષેધ દિવસ
વિશ્વ તમાકુ નિષેધ દિવસ દર વર્ષે 31 મેના રોજ ઉજવાય છે. તમાકુનું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને લાંબા ગાળે જીવલેણ સાબિત થઇ છે. તમાકુ અને ગુટખા, સિગારેટ જેવી તમાકુની પ્રોડક્ટનં સેવન ન કરવાથી અને તમાકુથી થતી બીમારીઓ વિશે જાગૃતિ ફેલાવવા માટે વિશ્વ તમાકુ વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવે છે.
વિશ્વ તમાકુ નિષેધ દિવસ 36 વર્ષથી ઉજવાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વર્ષ 1987માં વિશ્વ તમાકુ નિષેધ દિવસની શરૂઆત કરી હતી. કારણ કે તે દરમિયાન તમાકુથી મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામી રહ્યા હતા. આથીસૌ પ્રથમવાર 7 એપ્રિલ, 1988માં વિશ્વ તમાકુ નિષેધ દિવસ ઉજવાયો હતો. WHOએ 31 મે, 1988ના રોજ એક ઠરાવ પસાર કર્યો અને આ તારીખે વિશ્વ તમાકુ નિષેધ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું.
વિશ્વ તમાકુ નિષેધ દિવસ ઉજવણીનું કારણ સ્વાસ્થ્ય સામેના જોખમ છે. તમાકુ અને તેની બનાવટના સેવનથી કેન્સર સહિત વિવિધ પ્રકારની ગંભીર બીમારીઓ થાય છે, જે જીવલેણ સાબિત થઇ શકે છે. દુનિયામાં તમાકુના સેવનથી લાખો લોકો બીમારીઓનો શિકાર બને છે અને મોતના મોં માં ધકેલાય છે. તમાકુનું સેવન ન કરવા અને તેનાથી થતી બીમારીઓ વિશે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી છેલ્લા 36 વર્ષથી દુનિયાભરમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસ ઉજવાય છે.
તમાકુ અને તમાકુની પ્રોડક્ટના સેવનથી ઘણી બીમારીઓ થાય છે, જે જીવલેણ સબિત થઇ છે. તમાકુના સેવનથી કેન્સર, હૃદય રોગ અને સ્ટ્રોક, ફેફસાની બીમારી, ટાઇપ 2 ડાયાબિટીસ, ક્રોનિક ઓબ્ઝટ્રુક્ટિવ પલ્મોનરી ડિસીઝ (COPD), એમ્ફિસીમા અને ક્રોનિક બ્રોન્કાઇટિસ સહિત ઘણી બીમારી થવાનું જોખમ રહે છે. તમાકુનું સેવન હેલ્થ ની સાથે સાથે વ્યક્તિને માનસિક અને આર્થિક નુકસાન પહોંચાડે છે.