Parsana Homeopathy

Parsana Homeopathy જુના અને હઠીલા રોગોનાં હોમીયોપેથીક સારવારનાં નિષ્ણાત

વિશ્વ સિકલ સેલ જાગરૂકતા દિવસ (World Sickle Cell Awareness Day)આજે આંતરરાષ્ટ્રીય સ્તરે 'વિશ્વ સિકલ સેલ દિવસ' ઉજવવામાં આવે...
19/06/2026

વિશ્વ સિકલ સેલ જાગરૂકતા દિવસ (World Sickle Cell Awareness Day)

આજે આંતરરાષ્ટ્રીય સ્તરે 'વિશ્વ સિકલ સેલ દિવસ' ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ રક્ત સંબંધિત આનુવંશિક બીમારી 'સિકલ સેલ એનિમિયા' (Sickle Cell Anemia) વિશે લોકોમાં જાગૃતિ લાવવાનો છે.

ખાસ કરીને ભારતના આદિવાસી વિસ્તારોમાં આ રોગનું પ્રમાણ વધુ જોવા મળે છે. ભારત સરકારે વર્ષ ૨૦૪૭ સુધીમાં દેશમાંથી સિકલ સેલ એનિમિયાને જડમૂળથી નાબૂદ કરવા માટે એક વિશેષ રાષ્ટ્રીય મિશન પણ શરૂ કર્યું છે, જેના ભાગરૂપે આજના દિવસે વ્યાપક સ્તરે સ્ક્રીનિંગ અને કાઉન્સેલિંગના કાર્યક્રમો યોજાય છે.

વિશ્વ તમાકુ નિષેધ દિવસ વિશ્વ તમાકુ નિષેધ દિવસ દર વર્ષે 31 મેના રોજ ઉજવાય છે. તમાકુનું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને લાં...
31/05/2026

વિશ્વ તમાકુ નિષેધ દિવસ
વિશ્વ તમાકુ નિષેધ દિવસ દર વર્ષે 31 મેના રોજ ઉજવાય છે. તમાકુનું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને લાંબા ગાળે જીવલેણ સાબિત થઇ છે. તમાકુ અને ગુટખા, સિગારેટ જેવી તમાકુની પ્રોડક્ટનં સેવન ન કરવાથી અને તમાકુથી થતી બીમારીઓ વિશે જાગૃતિ ફેલાવવા માટે વિશ્વ તમાકુ વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવે છે.

વિશ્વ તમાકુ નિષેધ દિવસ 36 વર્ષથી ઉજવાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વર્ષ 1987માં વિશ્વ તમાકુ નિષેધ દિવસની શરૂઆત કરી હતી. કારણ કે તે દરમિયાન તમાકુથી મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામી રહ્યા હતા. આથીસૌ પ્રથમવાર 7 એપ્રિલ, 1988માં વિશ્વ તમાકુ નિષેધ દિવસ ઉજવાયો હતો. WHOએ 31 મે, 1988ના રોજ એક ઠરાવ પસાર કર્યો અને આ તારીખે વિશ્વ તમાકુ નિષેધ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું.

વિશ્વ તમાકુ નિષેધ દિવસ ઉજવણીનું કારણ સ્વાસ્થ્ય સામેના જોખમ છે. તમાકુ અને તેની બનાવટના સેવનથી કેન્સર સહિત વિવિધ પ્રકારની ગંભીર બીમારીઓ થાય છે, જે જીવલેણ સાબિત થઇ શકે છે. દુનિયામાં તમાકુના સેવનથી લાખો લોકો બીમારીઓનો શિકાર બને છે અને મોતના મોં માં ધકેલાય છે. તમાકુનું સેવન ન કરવા અને તેનાથી થતી બીમારીઓ વિશે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી છેલ્લા 36 વર્ષથી દુનિયાભરમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસ ઉજવાય છે.

તમાકુ અને તમાકુની પ્રોડક્ટના સેવનથી ઘણી બીમારીઓ થાય છે, જે જીવલેણ સબિત થઇ છે. તમાકુના સેવનથી કેન્સર, હૃદય રોગ અને સ્ટ્રોક, ફેફસાની બીમારી, ટાઇપ 2 ડાયાબિટીસ, ક્રોનિક ઓબ્ઝટ્રુક્ટિવ પલ્મોનરી ડિસીઝ (COPD), એમ્ફિસીમા અને ક્રોનિક બ્રોન્કાઇટિસ સહિત ઘણી બીમારી થવાનું જોખમ રહે છે. તમાકુનું સેવન હેલ્થ ની સાથે સાથે વ્યક્તિને માનસિક અને આર્થિક નુકસાન પહોંચાડે છે.

કીઝોફ્રેનિયા (Schizophrenia) એ એક ગંભીર અને જટિલ માનસિક રોગ છે, જે વ્યક્તિની વિચારવાની, લાગણીઓ અનુભવવાની અને વર્તન કરવાન...
24/05/2026

કીઝોફ્રેનિયા (Schizophrenia) એ એક ગંભીર અને જટિલ માનસિક રોગ છે, જે વ્યક્તિની વિચારવાની, લાગણીઓ અનુભવવાની અને વર્તન કરવાની રીતને ઊંડી અસર કરે છે. આ બીમારીથી પીડિત વ્યક્તિ વાસ્તવિકતા અને પોતાની કલ્પના વચ્ચેનો ભેદ પારખી શકતી નથી, જેના કારણે તેમનું જીવન અને રોજિંદા કાર્યો ખોરવાઈ જાય છે.

Address

Surat
395006

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

+919879673326

Alerts

Be the first to know and let us send you an email when Parsana Homeopathy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Parsana Homeopathy:

Shortcuts

Share