14/05/2026
લોકો પૂછે છે કે સાહેબ, તમે કેમ ખાઓ છો?
ચિલી ફ્લેક્સ: સ્વાદનો રાજા કે પાઈલ્સનો દુશ્મન? 🌶️🚫
ઘણીવાર લોકો પૂછે છે કે, “સાહેબ, લાલ મરચું ખાવામાં વાંધો શું છે?”
જવાબ સીધો અને સાદો છે: તમારી જીભને જે સ્વાદ આપે છે, તે તમારા આંતરડા માટે આફત બની શકે છે.
સ્વાસ્થ્ય માટે ફાયદા (માત્ર તંદુરસ્ત લોકો માટે):
તંદુરસ્ત વ્યક્તિ માટે મરચામાં રહેલું Capsaicin મેટાબોલિઝમ વધારે છે અને હૃદય માટે સારું ગણાય છે. પણ... આ નિયમ દરેક માટે નથી!
પાઈલ્સ (મસા/ફિશર) ના દર્દીઓ માટે રેડ સિગ્નલ:
જો તમને પાઈલ્સ, ફિશર કે ફિસ્ટુલાની તકલીફ હોય, તો આ ચિલી ફ્લેક્સ તમારા માટે માત્ર મરચું નથી, પણ ‘બળતરાનું ઈન્વિટેશન’ છે.
1. Direct Irritation: કેપ્સેસિન પચતું નથી, તે મળમાર્ગમાં સીધી બળતરા પેદા કરે છે.
2. The Burn Cycle: જે તીખું ખાતી વખતે મજા આપે છે, તે સવારે મળત્યાગ વખતે ‘સજા’ આપે છે.
3. Inflammation: તે ગુદામાર્ગની નસોમાં સોજો વધારે છે, જે બ્લીડિંગનું કારણ બની શકે છે.