12/05/2026
શું ડાયાબિટીસને રિવર્સ કરી શકાય?
પ્રમેહ
મધુ પ્રમેહ માટે આયુર્વેદમાં ઘણા ઘરેલૂ ઉપચારો છે. દોષોનું પ્રમાણ ઓછું હોય તો આ ઘરેલૂ ઉપચારથી પ્રમેહ ને નિયંત્રિત કરી શકાય છે.એમાંનો એક ઘરેલુ ઉપચાર છે.
निशाकल्कयुतो धात्रीरसों वा माक्षिकान्वितः। આમળાના રસમાં હળદર મેળવી તેમાં ચોખ્ખું મધ ઉમેરીને લેવાથી सर्वमेहजित् મધુમેહ સહિત 20 પ્રકારના પ્રમેહ ને નિયંત્રિત કરી શકાય છે.
હળદર ત્રણ ગ્રામ આમળા પાંચ ગ્રામ મધ દસ ગ્રામ મિક્સ કરી રોજ સવારે ખાલી પેટ લેવું. એક કલાક કંઈ ખાવું નહીં.
ઘણા ને એમ થાય કે મધ તો ગળ્યું છે તેનાથી સુગર વધે નહીં?
પણ After Digestion એટલે કે મધ પચી ગયા પછી મધુર રસ માંથી કટુરસ એટલે કે તીખા રસમાં રૂપાંતર થાય છે એટલે મધનો વિપાક - કટ્ટુ રસ છે જે સુગરના પાચનમાં મદદ કરે છે.
પરંતુ જેમને શ્યુગર લેવલ આઠથી ઉપર રહેતું હોય કે સુગર 350 - 400 જેટલું હોય, ઇન્સ્યુલિન લેવું પડતું હોય તો પંચકર્મથી શરીર શુદ્ધિ કરણ કરી ઔષધ ઉપચાર કરવામાં આવે તો ડાયાબિટીસ રિવર્સ થઈ શકે છે. ઇન્સ્યુલીન લેવાનું પણ બંધ થઈ શકે છે.
આચાર્ય ચરકે મધુમેહ ને અસાધ્ય કહેલ છે એટલે તેને નિયંત્રિત કરી શકાય પણ મટાડી ન શકાય. ફૂડ અને લાઇફ સ્ટાઇલ માં ધ્યાન ન રખાય તો ફરી બ્લડશ્યુગર વધી શકે છે.
....... વૈદ્ય પ્રવીણ હીરપરા.
Online consultation available
For appointment call 8320519146