14/08/2026
"હર ઘર તિરંગા અભિયાન 🇮🇳" અંતર્ગત આજરોજ તારીખ ૧૪/૦૮/૨૦૨૬ ના રોજ સવારે 11.00 વાગે અમદાવાદ શહેરમાં ગોમતીપુર વોર્ડમાં કાશીબાઈ ની ચાલી ખાતે આવેલ "કમલદીપ આંગણવાડી" કેન્દ્ર ખાતે આંગણવાડીમાં આવતા બાળકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જગાડવા અને તેઓને તિરંગા અભિયાનમાં જોડવા "તિરંગા યાત્રા" નું આયોજન કરવામાં આવેલ, આ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના નવનિયુક્ત સભ્ય ડૉ.નિલય શુક્લા અને ભાજપ ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચા ના અગ્રણી અરવિંદ કતપરા, ICDS ખાતાના મુખ્યસેવિકા જયનાબેન જોશી સહિતના આગેવાનો ઉપસ્થિત રહેલ, આ પ્રસંગે બાળકો અને વાલીઓ ને તિરંગાનું વિતરણ કરવામાં આવેલ ઉપરાંત બાળકોને ચોકલેટ અને કેળાનું વિતરણ કરવામાં આવેલ.
#આંગણવાડી