25/08/2026
RBSK સફળ ગાથા -ROP 👀 👁️
અંધકાર થી રોશની તરફ ની સાફલ્ય ગાથા .
👶 બાળકનું નામ: અંશ રોહિત બાગુલ
📍 જિલ્લો: ડાંગ.
RBSK ટીમ MHT1240485 દ્વારા જન્મ પછી બાળકનું નિયમિત ફોલો-અપ કરવામાં આવ્યું. બાળકનો જન્મ ૧૬/૫/૨૬ ના રોજ અધૂરા માસે થયો , વજન ૧.૩૦૦kg હતું . 28–30 અઠવાડિયાની ગર્ભાવસ્થામાં જન્મ થયો હોવાથી તેને Retinopathy of Prematurity (ROP) થવાનો ઊંચો જોખમ હતો.
તા. ૧૬/૬/૨૦૨૬ ના રોજ NICU તપાસ દરમિયાન સમયસર ROP ની ઓળખ કરી બાળકને RBSK ટીમ ના ડૉ નિકિતા ઠાકોર & ટીમ દ્વારા આગળની નિષ્ણાત સારવાર માટે દ્રષ્ટિ નેત્રાલય, સુરત ખાતે RBSK વાહન માં રિફર કરવામાં આવ્યું. ત્યાં ROP નિષ્ણાત ડૉ. રેખા સિંઘલ દ્વારા તપાસ દરમિયાન ROP zone -1 હોવાનું નિદાન થયું અને ઇન્જેક્શન આપવામાં આવ્યું અને ફોલો અપ માં રાખવામાં આવ્યું .
સતત ફોલો અપ બાદ આજરોજ તા -૨૫/૮/૨૦૨૬ ના રોજ RBSK ના ડૉ નિકિતા ઠાકોર દ્વારા લેસર ટ્રીટમેન્ટ માટે નાનકડા અંશ ને RBSK વાહન માં લઈ જવામાં આવ્યા .સુરત દૃષ્ટિ નેત્રાલય હોસ્પિટલ માં ડૉ રેખા મેડમ ના કુશળ કૌશલ્ય માં અંશ ની લેસર ટ્રીટમેન્ટ
સફળતાપૂર્વક કરવામાં આવી. સારવાર બાદના અનુસરણમાં બાળકની બંને આંખોની સ્થિતિ સંતોષકારક જોવા મળી અને ROP સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. પરિણામે નાનકડા અંશ ની અમૂલ્ય દ્રષ્ટિ સુરક્ષિત રાખવામાં સફળતા મળી છે.
આ સમગ્ર પ્રક્રિયામાં RBSK કાર્યક્રમ હેઠળ કાર્યરત ડૉ. નિકિતા ઠાકોર દ્વારા રેફરલ સેવા, સારવાર માટેનું સંકલન, સતત અનુસરણ અને જરૂરી માર્ગદર્શન ખૂબ જ અસરકારક રીતે સંભાળવામાં આવ્યું, જેના કારણે બાળકને સમયસર નિષ્ણાત સારવાર મળી શકી.
આ સફળતા RBSK ટીમ MHT1240485, ડૉ. નિકિતા ઠાકોર & ટીમ , વાલીઓના સહકાર તથા દ્રષ્ટિ નેત્રાલય, સુરતના નિષ્ણાતોની કુશળ સારવારનું ઉત્તમ ઉદાહરણ છે.
"સમયસર ROP સ્ક્રીનિંગ અને સારવાર – દેશના ભવિષ્યને રોશની આપવાનો શ્રેષ્ઠ માર્ગ."