ઓમ આયુર્વેદ સારવાર કેન્દ્ર બોટાદ

  • Home
  • India
  • Botad
  • ઓમ આયુર્વેદ સારવાર કેન્દ્ર બોટાદ

ઓમ આયુર્વેદ સારવાર કેન્દ્ર બોટાદ Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from ઓમ આયુર્વેદ સારવાર કેન્દ્ર બોટાદ, At. Salaiya ta. botad di. botad, Botad.

🙏 નમસ્કાર ઓમ આયુર્વેદ પેજ મા આપનુ હાર્દિક સ્વાગત કરીએ છીએ.
આ પેજનો મુખ્ય ઉદ્દેશ શુદ્ધ અને સાચા આયુર્વેદનો પ્રચાર પ્રસાર કરીને સમાજ સુધી પહોંચાડવાનો છે કે જેથી સમાજ સ્વસ્થ અને તંદુરસ્ત રહી શકે🙏
વૈદ્ય ચેતનભાઈ ઠાકોર
Call & WhatsApp :- 92654 04987

14/08/2026

*ભારત ની સાચી ચિકિત્સા એટલે આયુર્વેદીક ચિકિત્સા. આજે નહી તો કાલે પણ પ્રાચિન ચિકિત્સા તરફ બધા એ પાછુ વળવુ જ પડશે. તેના અન...
07/08/2026

*ભારત ની સાચી ચિકિત્સા એટલે આયુર્વેદીક ચિકિત્સા. આજે નહી તો કાલે પણ પ્રાચિન ચિકિત્સા તરફ બધા એ પાછુ વળવુ જ પડશે. તેના અનુસંધાને એક આયુર્વેદ ને લગતા પોતા ના વિચાર-વિમર્શ અને માહિતી માટે અને આયુર્વેદિક ચિકિત્સા માટે અને આયુર્વેદિક પ્રોડકટ માટે એક વોટ્સએપ ચેનલ બનાવી છે. તેમા દરેક આયુર્વેદ પ્રેમી વ્યક્તિઓ જોડાઈ શકે છે.*

*ચેનલ મા જોડાવવા માટે નીચે આપેલ લીંક પર ટચ કરો અને ચેનલ ને ફોલો કરો. 👇👇👇

https://whatsapp.com/channel/0029VaAjdQoEawdnmFxtxE31

*ઓમ_આયુર્વેદિક_સારવાર_કેન્દ્ર* :- *બોટાદ*
*વૈદ્ય ચેતનભાઈ ઠાકોર*
Mo. 92654 04987

*Please view Our Ayurvedic products Catlog*
*https://wa.me/c/919265404987*

 #દૂધ માં થી ફેટ..મુળભુત તત્વ કાઢી લીધા પછી ફરી તેમાં ફર્ટિલિટી હાઈડ્રો કેમિકલ્સ નાખી દુધને વધારે ફેટનું બનાવીને પેકીંગ ...
04/08/2026

#દૂધ માં થી ફેટ..મુળભુત તત્વ કાઢી લીધા પછી ફરી તેમાં ફર્ટિલિટી હાઈડ્રો કેમિકલ્સ નાખી દુધને વધારે ફેટનું બનાવીને પેકીંગ કરીને આખા ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મુંબઈ અને દિલ્હીમાં વેચાય છે...

બધી મોટી ડેરીઓમાં ટેન્કરો ભરીને રોજે રોજ કેમિકલ્સ નો પુરવઠો જાય છે

ગુજરાતમાં દૂધમાં ફેટ બનાવવા વપરાતા કેમિકલ્સનો ગેરકાયદેસરનો મહિને ૩૦૦ કરોડનો વેપાર છે.. કુલ પાંચ માણસો કેમિકલ્સ સપ્લાય કરે છે

પેકીંગ દુધ અને ઘી વાપરવાથી હાડકાનો માવો બનતો બંધ થઈ જાય છે,

ગુજરાતના દરેક નાના મોટા શહેરોમાં વપરાતી, જથ્થાબંધ બનતી, સુવિખ્યાત મીઠાઈવાળાઓની દુધમાંથી બધી મિઠાઈઓ રાસાયણિક દુધ અને નકલી માવાઓની બનેલી છે

ગુજરાતમાં જેટલા દુધાળા પશુ નથી તેનાથી બમણું તો દુધ વપરાય છે, દુધ વપરાય છે તેના પ્રમાણે ચાર ગણુ ઘી વપરાય છે, અમુક ડેરીઓ તો આઇસક્રીમ, ચોકલેટ, પાઉડર પણ બનાવે છે,

ચા, કોફી, દહીં, છાશ, એમ સીધી દુધની બનાવટોમાં પુરૂ થાય એટલુ દુધ માંડ પેદા થાય છે.

ગુજરાતના ફુડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટનો સૌથી વિકરાળ ભ્રષ્ટાચાર.

ફેટ પેદા કરવા, ઘી બનાવવા, માવા બનાવવાના રસાયણો વેચનારા લોકો અબજોપતિ બની ગયા છે.

ગુજરાતમાં દુધની દરેક બનાવટોમાં, દુધ, દહીં, માવા, મિઠાઈ, આઇસક્રીમ, લસ્સી, મીકસ બરફી બનાવતા ઉત્પાદકોને મુંબઇની જર્મન ટેકનોલોજીની કામાણી કંપની ફેટ પ્રોસેસિંગ તેલ અને વનસ્પતિ ઘી સપ્લાય કરે છે, વિશ્વકક્ષાએ પ્રમાણિત છે, પણ દુધની બનાવટોમાં તેનો સંપૂર્ણ ઉપયોગ કરી કરોડો લોકોના સ્વાસ્થય સાથે રોગો, બિમારીઓ પેદા કરવાનો ખુની ખેલ સમગ્ર ભારતમાં ખેલાય રહ્યો છે, જેમાં દવા બનાવતી ફાર્મસીઓ અને રાજ્ય સરકારના ફુડ & ડ્રગ્સ વિભાગ, આરોગ્ય વિભાગ અને સરકારી તંત્રનો મહાકાય ભ્રષ્ટાચાર સામેલ છે.

દરેક વ્યક્તિનું જીવન અમુલ્ય છે, દુધ ઉત્પાદન અને સંપાદન કરતી ડેરીઓ, સંઘો, તબેલાવાળાઓ, રાજકારણીઓ, અને આઇસક્રીમ બનાવતી કંપનીઓ વસતી ઘટાડાના આ મહાઅભિયાનમાં જોડાયેલા છે,

દુધમાંથી ફેટ-મલાઈ (કેલ્શિયમ) કાઢી લીધા પછી ફરી એટલું જ ફેટ ઉત્પન્ન કરવા માટે વપરાતા ખતરનાક રસાયણોનો માસિક ૩૦૦ કરોડનો ગેરકાનૂની ધંધો બેફામ ચાલી રહ્યો છે,

પીલેલુ, અને કોથળીઓમાં પેકિંગ થયેલા દુધમાં ફેટનું પ્રમાણ જાળવવા હાઇડ્રોજેનેટ વેજીટેબલ ફેટ વપરાય છે અને દુધના ટેન્કરો દ્વારા રાત્રે દરેક મોટી ડેરીઓમાં ઠલવાય છે,

ગુજરાતની તમામ જનતાને જાહેર ચેતવણી આપવામાં આવે છે, બજારમાં વેચાતા દરેક આઈસ્ક્રીમ, લસ્સી, દુધની મિઠાઇઓનો સંદતર વપરાશ બંધ કરજો અને દોવાયેલુ દુધ સીધુ મળતુ હોય તો પેકેજીંગ દુધનો વપરાશ પણ કાયમી ધોરણે બંધ કરજો,

કોઇપણ કંપનીના આઇસક્રીમને ખુલ્લામાં મુકી ઓગળી જવા દેજો અને જે ફીણ વધે તે જરા જાતે ચકાસજો..

આ પોસ્ટ જાહેર જન હિતમાં પ્રસારિત કરવામાં આવી છે તો whatsapp, facebook, જેવા તમામ માધ્યમો દ્વારા દરેક નાગરીક સુધી પહોચાડવા નમ્ર અપીલ છે. 👏🏻💐👏🏻



ઓમ આયુર્વેદ સારવાર કેન્દ્ર બોટાદ
વૈદ્ય ચેતનભાઇ ઠાકોર
મો. 092654 04987

04/08/2026
 #ફુદીનોફુદીનો એ મેન્થા કુળની બારમાસી, સુગંધીદાર વનસ્પતિ છે.  ફુદીનો સ્વાદુ, રુચીકર, હૃદ્ય(હૃદયને હીતકર), ઉષ્ણ,દીપન,વાયુ...
24/07/2026

#ફુદીનો
ફુદીનો એ મેન્થા કુળની બારમાસી,
સુગંધીદાર વનસ્પતિ છે.

ફુદીનો સ્વાદુ, રુચીકર, હૃદ્ય(હૃદયને હીતકર), ઉષ્ણ,દીપન,વાયુ અને કફનો નાશ કરનાર તથા મળમુત્રને અટકાવનાર છે. એ ઉધરસ, અજીર્ણ, અગ્નીમાંદ્ય, સંગ્રહણી, અતીસાર, કૉલેરા, જીર્ણજ્વર અને કૃમીનો નાશ કરનાર છે. એ ઉલટી અટકાવે છે, પાચનશક્તી વધારે છે, તથા પીત્ત કરે તેવું બગડેલું ધાવણ સુધારે છે. એમાં વીટામીન ‘એ’ સારા પ્રમાણમાં છે. વીટામીનની દૃષ્ટીએ ફુદીનાનું સેવન તમામ રોગોમાંથી બચાવનાર એક જડીબુટ્ટી સમાન છે.

👉🏽 *ફુદીનો અને આદુનો રસ અથવા ફુદીનો અને આદુનો ઉકાળો પીવાથી ટાઢીયો તાવ-મેલેરીયા મટે છે. વળી તેનાથી પરસેવો વળી કોઈ પણ પ્રકારનો તાવ પણ મટે છે.*

👉🏽 *વાયુ અને શરદીમાં પણ એ ઉકાળો ફાયદો કરે છે.*

👉🏽 *ફુદીનાનો રસ મધ સાથે મેળવી દર બે કલાકે આપવાથી ન્યુમોનીયાથી થતા અનેક વીકારો અટકી જઈ ન્યુમોનીયા ઘણી ઝડપથી મટી જાય છે.*

👉🏽 *ફુદીનાનો રસ મધ સાથે લેવાથી આંતરડાની ખરાબી અને પેટના રોગો મટે છે. આંતરડાંની લાંબા સમયની ફરીયાદવાળા માટે ફુદીનાના તાજા રસનું સેવન અમૃત સમાન ગણાય છે.*

👉🏽 *ફુદીનાનું શરબત પીવાથી કૉલેરા મટે છે.*

👉🏽 *ફુદીનાનો રસ નાકમાં પાડવાથી પીનસ-સળેખમમાં ફાયદો થાય છે.*

👉🏽 *ફુદીનાનો રસ દાદર પર વારંવાર ચોપડવાથી ફાયદો કરે છે.*

👉🏽 *વીંછી કરડ્યો હોય તો ફુદીનાનો રસ પીવાથી કે એનાં પાન ચાવવાથી રાહત થાય છે.*

🙏🏽🕉🙏🏽🕉🙏🏽🕉🙏🏽🕉🙏🏽

*આયુર્વેદીક ઔષધીઓનો સામાન્ય પરીચય કરાવવામાં અહી કેટલીક બાબતો રજુ કરવામાં આવી છે દરેક ઔષધીઓનો ઉપાય પણ આપેલ છે દરેકને એકજ ઉપાય લાગુ પડી શકે નહીં કેમકે દરેક વ્યક્તિની પ્રકૃતી અલગ અલગ હોય છે એક ઉપાય કોઈને નીવડ્યો હોય તે ઉપાય બીજાને ન પણ નીવડે તેમ છતાં ઉપચારો કોઈ યોગ્ય વૈદ્ય, ડોકટર કે નિષ્ણાતોનું માર્ગદર્શન લઈને કરવા અહીં આ ઔષધીઓનો પરીચય તેમજ ઉપાય મુકવાનો હેતુ માત્ર માહિતીનો છે*

☘🌿🍃🍁🍂🌱🍀🌾🌴

*📲 ઓમ આયુર્વેદ ની વોટ્સઅપ ચેનલ માં જોડાવા માટે લિંક:*

https://whatsapp.com/channel/0029VaAjdQoEawdnmFxtxE31

*જોડાવાની સરળ રીત:*
👉 View Channel પર ક્લિક કરો.
👉 Follow કરો.
👉 🔕 પર ક્લિક કરીને Unmute કરો.

✅ હવે દરેક આયુર્વેદિક અપડેટ, ટીપ્સ અને જાગૃતિ સંદેશ સીધી Notification સાથે મળશે.

💌તમારા ફેમિલી ગ્રુપ 🪀માં પણ અવશ્ય શેર કરજો , જેથી એ લોકો માં પણ આવી *આયુર્વેદ ની જાગૃતતા* 🌿લાવી શકાય✅

📢 જો તમે પણ માનતા હો “શરીર બગડે એ પહેલાં સમજ આવી જાય તો સારું…”
*તો આ Channel ignore ન કરશો 👇*

વરસાદી મોસમનું સર્વગુણ સંપન્ન શાક  #કંટોલા’ કે  #કંકોડાઆપણે હંમેશાં આહારતજ્જ્ઞો તથા વડીલો પાસેથી સાંભળતા આવ્યા છીએ કે મો...
24/07/2026

વરસાદી મોસમનું સર્વગુણ સંપન્ન શાક #કંટોલા’ કે #કંકોડા

આપણે હંમેશાં આહારતજ્જ્ઞો તથા વડીલો પાસેથી સાંભળતા આવ્યા છીએ કે મોસમ પ્રમાણેનો આહાર જ તંદુરસ્ત સ્વાસ્થ્યની ગુરુચાવી છે. હાલમાં તો પ્રત્યેક ફળફળાદિ સ્વાદને ધ્યાનમાં રાખીને જ લોકો ખાતા હોય છે. આયુર્વેદમાં પણ ઉલ્લેખ જોવા મળે છે કે ઋતુ પ્રમાણેનો આહાર જ શ્રેષ્ઠ ગણાય છે. ચોમાસાની શરૂઆત થાય તેની સાથે ખાસ ફળફળાદિ તથા શાકભાજી બજારમાં જોવા મળે. જેમ કે કારેલાં, ભીંડા, કૂણું આદું, કંટોળાં તો ફળમાં રાસબરી-પ્લમ, જાંબુ વગેરે. કંટોલા વરસાદી ઋતુમાં જ બજારમાં જોવા મળે છે. અનેક સ્વાદપ્રેમી વરસાદી મોસમમાં કંટોલાની આતુરતાથી રાહ જોતા હોય છે. જેવાં કંટોલા દેખાયાં કે તરત જ તેનું શાક ચાર મહિના નિયમિત ધરાઈને ખાતા હોય છે.

શું આપ પણ કંટોલાના શોખીન છો? તો જાણી લો કંટોલાનો ઉપયોગ આહારમાં કરીને આરોગ્યના ફાયદા. તેને શરીરમાં લોહી બનાવવાનું મશીન પણ કહેવામાં આવે છે. મોટા ભાગે તો કંટોલાની છાલને હળવેથી છોલીને તેનું શાક બનાવવામાં આવે છે. તો કંટોલાની વિવિધ વાનગી પણ બનાવી શકાય છે. જેમ કે કંટોલાનું શાક, કંટોલાનાં ભજિયાં, કંટોલાની ચિપ્સ પણ બનાવી શકાય છે. કંટોલાનું અથાણું પણ બનાવી શકાય છે. કંટોલાનું રસાવાળું શાક પણ બનાવીને ખાવામાં આવે છે.


કંટોલાનું વૈજ્ઞાનિક નામ મોમોરડીકા ડાયોઈકા (Momordica dioica) છે અને તે કુકરબીટેસી (Cucurbitaceae‎) કુળની વનસ્પતિ છે. અંગ્રેજીમાં જેને સ્પાઈન ગૉર્ડ, સંસ્કૃતમાં પીતપુષ્પા, કર્કોટકી કે મહાજાલ, હિન્દીમાં ખેકસા કે કંકોડા, આસામીમાં બટકરીલા, તેલુગુમાં આગાકર, તમિલમાં એગારવલ્લી, બંગાળીમાં બોનકરેલા, મરાઠીમાં કર્ટોલી કે કંટોલે, પંજાબીમાં ધારકરેલા કે કિરર તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતીમાં કંટોલા કે કંકોડાં તરીકે ઓળખાતું શાક ‘સર્વગુણ સંપન્ન’ શાક કહેવાય છે. તે સર્વગુણ સંપન્ન શા માટે કહેવાય છે? તેવો પ્રશ્ર્ન આપના મનમાં થતો હોય તો ચાલો કંટોલાની ખાસ વાતો જાણી લઈએ.

કંટોલા બહુવર્ષાયુ અને દ્વિસદની સૂત્રરોહિ પ્રકારની વનસ્પતિ છે. (દ્વિસદની એટલે કે નર કંટોલા અને માદા કંટોલાના વેલ અલગ અલગ હોય છે.). પર્ણના આધાર પાસે આરોહણ માટે સૂત્ર (તંતુ) આવેલા હોય છે. બંને પ્રકારનાં વેલાના પર્ણ અને રચના અલગ અલગ હોય છે. નર ફૂલ પીળા રંગનું, તેમાં ફક્ત પુંકેસર અને નિપત્ર આવેલું હોય છે. માદા ફૂલો પણ પીળા રંગના અને ફક્ત સ્ત્રીકેસર ધરાવે છે. ફલન માટે નર કંટોલાના વેલા હોવા જરૂરી છે. ફળ લંબગોળ અને સપાટી ખરબચડી અને માંસલ હોય છે. ફળો કાચા હોય ત્યારે લીલા અને પાકે ત્યારે પીળાશ પડતાં કેસરી રંગના બને છે અને અંદરના બીજ ઘેરા લાલ રંગના જોવા મળે છે. તેને બીજ અને કંદ વડે ઉછેરી શકાય છે.

નાનાં અમથાં, દેખાવમાં લીલાંછમ, સ્વાદની વાત કરીએ તો લાજબાવ, સ્વાસ્થ્યની દૃષ્ટિએ જોઈએ તો અનેક ગુણોનો ખજાનો છુપાયેલો જોવા મળે. શક્તિવર્ધક તાકાતવાન બનાવનાર શાક એટલે જ કંટોલા તેવી પણ ઉપમા તેને આપવામાં આવી છે. પ્રકૃતિએ જ્યારે લીલીછમ જાજમ ચારેતરફ બિછાવી હોય તેવી મોસમ એટલે જ ચોમાસું. ચોમાસામાં જ ખાસ ઊગતાં કંટોલા દેખાવમાં પણ આકર્ષક લાગતાં હોય છે. થોડાં વર્ષો પહેલાં કંટોલાની વાત નીકળે એટલે નાનું નાનું લીલુંછમ કુદરતની કરામત ધરાવતું શાક આંખો સમક્ષ દેખાય. હવે તો કંટોલા પણ નાના જામફળની સાઈઝના ખેડૂતો ઉગાડવા લાગ્યા છે. તેની વેલ ધીમે ધીમે ઊગે છે. મીઠાં કારેલાં તરીકે ઓળખાતું શાક એટલે જ કંટોલા. કંટોલાના વિવિધ ફાયદા જાણ્યા બાદ સર્વગુણ સંપન્ન શાકની ખેતી દેશ-વિદેશમાં મોટા પ્રમાણમાં ખેડૂતો કરવા લાગ્યા છે. ભારતના પહાડી વિસ્તારમાં કંટોલાની ખેતી મોટા પ્રમાણમાં કરવામાં આવતી હોય છે. સામાન્ય રીતે શરીરની તાકત વધારવા માટે વિવિધ સપ્લિમેન્ટનો સહારો લેવામાં આવતો હોય છે. આપને જાણીને આશ્ર્ચર્ય થશે કે ફક્ત ચોમાસાની મોસમમાં જ મળતાં કંટોલાનો થોડા દિવસો પૂરતો આહારમાં ઉપયોગ કરવાથી શરીરમાં શક્તિનો સંચાર થવા લાગે છે.

આયુર્વેદમાં પણ કંટોલાના અગણિત ફાયદા જણાવવામાં આવ્યા છે. તેનું શાક જ નહીં, પરંતુ તેનાં પાંદડાં તથા મૂળના ફાયદા પણ આયુર્વેદમાં જણાવવામાં આવ્યા છે. માંસથી 50 ગણી વધુ તાકાત કંટોલામાં સમાયેલી હોય છે. તે પ્રોટીનનો ખજાનો ગણાય છે. જો થોડા દિવસ તેનું સેવન કરવામાં આવે તો શરીરમાં શક્તિનો સંચાર થઈ જાય છે. શરીર લોખંડી બની જાય છે.

• કંટોલાના સ્વાસ્થ્યવર્ધક ફાયદા

• ગર્ભાવસ્થામાં ગુણકારી ગણાય છે
ગર્ભાવસ્થા દરમિયાન શરીરમાં અનેક મહત્ત્વપૂર્ણ બદલાવ કે સ્થિતિ ઊભી થતી જોવા મળે છે. જેમાં એક છે ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ્સ. તાજાં કંટોલાનો આહારમાં ઉપયોગ કરવાથી શરીરમાં વિટામિન બી, વિટામિન સીની માત્રા શરીરમાં જળવાઈ રહે છે. શરીરમાં કોશિકાના વિકાસ માટે ગુણકારી ગણાય છે. ગર્ભવતી મહિલા ગર્ભાવસ્થા દરમિયાન કંટોલાનું સેવન કરે તો ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ્સની સંભાવના ઓછી થઈ જાય છે.

• ત્વચા માટે પણ ફાયદાકારક
કંટોલામાં બિટા-કેરોટિન, અલ્ફા-કેરોટિન, લ્યુટેન તથા જેક્સેથિન્સ જેવા ફ્લેવોનોઈડ્સ સમાયેલા જોવા મળે છે. વધતી વયને અટકાવવા માટે તથા ત્વચા ઉપર પડતી કરચલીને અટકાવવા પણ કંટોલાનો આહારમાં પ્રમાણભાન સાથે ઉપયોગ હિતકારી ગણાય છે.

• વજન ઘટાડવામાં લાભદાયી
કંટોલામાં ફાઈબરની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી જોવા મળે છે આથી ભોજનમાં તેનો ઉપયોગ કરવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. અકારણ ખાવાની આદતથી બચી શકાય છે. કંટોલામાં કૅલરીનું પ્રમાણ અત્યંત ઓછું જોવા મળે છે આથી વજન ઘટાડવા માગતા લોકો માટે તો કંટોલા એક ઔષધિ જેવા અસરકરાક ગણાય છે.

• કૅન્સરથી બચવા ઉપયોગી
કંટોલામાં લ્યુટેન સહિત અન્ય કેટલાંક કૅન્સર વિરોધી સત્ત્વ સમાયેલાં જોવા મળે છે જે કૅન્સરથી બચાવે છે. પરિણામે વર્ષાઋતુમાં મળતાં કંટોલાને સપ્તાહમાં ત્રણથી ચાર વખત ખાવાની સલાહ નિષ્ણાતો આપતા હોય છે.

• શરદી-તાવમાં ગુણકારી
મોસમમાં બદલાવને કારણે અનેક વખત શરદી-તાવની ફરિયાદ આમ વાત બની જાય છે. આવા સંજોગોમાં કંટોલાનો ઉપયોગ લાભકારી ગણવામાં આવે છે. કંટોલામાં ઍન્ટિ-એલર્જિક, એનાલ્જેસિક ગુણ સમાયેલા જોવા મળે છે. આથી શરદી-તાવ કે ખાંસી જેવી બીમારીમાં ગુણકારી ગણાય છે. કબજિયાત કે અપચાની ફરિયાદ ધરાવતા લોકો માટે પણ ચોમાસામાં કંટોલાનું સેવન રામબાણ ઈલાજ માનવામાં આવે છે.

• આંખોની તંદુરસ્તી માટે લાભદાયક
કંટોલામાં ભરપૂર માત્રામાં વિટામિન એ સમાયેલું જોવા મળે છે. વિટામિન એ આંખો માટે અતિ ગુણકારી ગણાય છે. આથી ચોમાસામાં કંટોલાનું સેવન કરવું હિતાવહ ગણાય છે. આંખોનું તેજ વધારવામાં મદદ કરે છે.

• પથરીની સમસ્યામાં ઉપયોગી
એવું કેહવાય છે કે પથરીની સમસ્યામાં કંટોલાના બીજના પાઉડરનો ઉપયોગ આહારમાં કરવાથી પથરીની સમસ્યામાં રાહત મળે છે. કંટોલાના બીજનો પાઉડર બનાવીને એક ગ્લાસ દૂધમાં તેને ભેળવી દેવો. ગરમા ગરમ દૂધમાં ભેળવીને પીવાથી પથરીમાં રાહત મળે છે. કંટોલાના ઔષધીય ગુણોને કારણે મૂત્રાશયમાં પથરીની સમસ્યા હોય તો તેમાંથી રાહત મળે છે.

• ડાયાબિટીસના દર્દી માટે ગુણકારી
ડાયાબિટીસના દર્દીમાં લોહીમાં શર્કરાની માત્રા વધી જાય તો તેમને શરીરમાં તકલીફ થવા લાગે છે. તેમને ઈન્સ્યુલિન લેવું પડે છે. કંટોલાના છોડમાં જ ઈન્સ્યુલિનની માત્રા સમાયેલી છે. જેમાં ફાઈબર તથા પાણીની માત્રા વધુ સમાયેલી હોય તેવો ખોરાક ડાયાબિટીસના દર્દી માટે શ્રેષ્ઠ ગણાય છે. કંટોલામાં ફાઈબર તથા પાણીની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી છે.

• બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ
કંટોલામાં મોમોરડીસિન તથા ફાઈબરની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી છે જે બ્લડપ્રેશરના દર્દીઓ માટે રામબાણ ઈલાજ ગણવામાં આવે છે.

નોંધ: આહારતજ્જ્ઞોનું માનવું છે કે શાકભાજીમાં પ્રાકૃતિક પાણીની માત્રા હોય છે. તેમને ફક્ત તેલમાં પકાવવાથી પાણીની માત્રા નષ્ટ થઈ જાય છે. આથી શાકની કડાઈમાં જરૂર પ્રમાણે પાણી મૂકીને કે કડાઈ ઉપર પાણીની પ્લેટ ઢાંકીને શાક બનાવવાથી તેમાં રહેલું પાણી જળવાઈ રહે છે. પૌષ્ટિકતા પણ જળવાય છે. આથી શાકને ઢાંકીને થાળીમાં ઉપર પાણી રાખીને ચડાવવું વધુ ગુણકારી ગણાય છે.

*ઓમ_આયુર્વેદ_સારવાર_કેન્દ્ર* :- *બોટાદ*
*વૈદ્ય ચેતનભાઈ ઠાકોર*
મો. 092654 04987

*તંદુરસ્ત જીવન જીવવા અમારું હાર્દિક આમંત્રણ છે*📍આજીવન તંદુરસ્ત રેહવા શું ફેરફાર કરી શકાય?📍શરીર ની રોગપ્રતિકાર શક્તિ મા ક...
21/07/2026

*તંદુરસ્ત જીવન જીવવા અમારું હાર્દિક આમંત્રણ છે*

📍આજીવન તંદુરસ્ત રેહવા શું ફેરફાર કરી શકાય?

📍શરીર ની રોગપ્રતિકાર શક્તિ મા કેમ વઘારો કરવો?

📍પાણી કેટલું પીવું ક્યારે અને કેમ પીવું??

📍શુ જમવું ને ક્યારે જમવું,કેટલું જમવું??

📍વજન કેમ ઘટાડવું અને લાઈફ ટાઈમ કેમ જાળવી રાખવું???

📍દવા વગરનું જીવન કેવી રીતે જીવવું?

*ભારત ની સાચી ચિકિત્સા એટલે આયુર્વેદીક ચિકિત્સા. આજે નહી તો કાલે પણ પ્રાચિન ચિકિત્સા તરફ બધા એ પાછુ વળવુ જ પડશે. તેના અનુસંધાને એક આયુર્વેદ ને લગતા પોતા ના વિચાર-વિમર્શ અને માહિતી માટે અને આયુર્વેદિક ચિકિત્સા માટે અને આયુર્વેદિક પ્રોડકટ માટે એક વોટ્સએપ ચેનલ અને વોટ્સએપ ગ્રુપ બનાવયુ છે. તેમા દરેક આયુર્વેદ પ્રેમી વ્યક્તિઓ જોડાઈ શકે છે.*

*ચેનલ મા જોડાવવા માટે નીચે આપેલ લીંક પર ટચ કરો અને ચેનલ ને ફોલો કરો. 👇👇👇

https://whatsapp.com/channel/0029VaAjdQoEawdnmFxtxE31

*ગ્રુપ મા જોડાવવા માટે તમારા મોબાઈલ મા અમારો નીચે આપેલ નંબર સેવ કરી ને તમારુ પુરુ નામ ગામ/શહેર નુ નામ લખી આ 92654 04987 નંબર ઉપર મોકલો થોડા ટાઇમ મા ગ્રુપ ની લીંક મળી જશે એના થી ગ્રુપ જોઇન કરી લેવુ.*

*ઓમ_આયુર્વેદિક_સારવાર_કેન્દ્ર* :- *બોટાદ*
*વૈદ્ય ચેતનભાઈ ઠાકોર*

*Please view Our Ayurvedic products Catlog*
*https://wa.me/c/919265404987*

હવે દરેક લોકો  #વૃક્ષરોપણ કરે છે સારીવાત છે. પરંતુ દરેક લોકોને વિનંતી કે મહેરબાની કરીને કોઈ વનસ્પતિશાસ્ત્રી કે જાણકાર વડ...
21/07/2026

હવે દરેક લોકો #વૃક્ષરોપણ કરે છે સારીવાત છે.

પરંતુ દરેક લોકોને વિનંતી કે મહેરબાની કરીને કોઈ વનસ્પતિશાસ્ત્રી કે જાણકાર વડીલને સામેલ કરી અને નીચેની બાબતો પર વિચાર કરીને વૃક્ષરોપણ કરશો તોજ એ સાર્થક ગણાશે.

૧)વૃક્ષોની કઈ જાત તમારા આસપાસ થતી અને દેશીકુળની છે?શુ એ પક્ષી,પતંગિયા,પ્રાણીઓ અને નાના જીવજંતુ વગેરેને મદદરૂપ થાય છે?

૨)લીમડો,પીપળો,કણજી,વડલો,ઉમરો જેવા 4-5 રૂટીન વૃક્ષોને ના વળગી રહેવુ જોઈએ. એ સિવાયના હજારો વૃક્ષો,છોડ,વેલા થાય છે જે આપણા દેશી કુળ ના છે.

આ થોડુંક કઠોર લાગશે પરંતુ મોટા ભાગના વૃક્ષ વનીકરણ કાર્યક્રમોની આજની વાસ્તવિકતા છે.

🦅🦉🦜🐦🐧🐔🦨🐿️🦇
પક્ષીઓ માટે ઉપયોગી વૃક્ષો...

ખાખરો (કેસૂડો)
રાયણ
બોરસલી
શેતૂર
મહૂડો
જાંબુ
ઉંબરો
વડ
પીપળો
પીપર
નાની પીપર
ખીજડો
રગત રોહિડો
વાયવરણો
પનેરવો
ટીમરૂં
ફાલસા
ગુંદી
ગુંદો
મોટી બોરડી
સરગવો
રૂખડો
સાલેડી
મીઠો લીમડો
ટીકોમા
જગરીયો ખાખરો
સીતા અશોક
કદમ્બ
અંજીર
શીવજટા પામ
તાડ
નાળિયેરી
ખજૂરી (શુગરી નાં માળા માટે)

આ સિવાય અન્ય કોઈ ને ખબર હોય તો કોમેન્ટ કરવી... 👍🏻
🌱 🪴 🌲 🌴 🌳

ઓમ આયુર્વેદ સારવાર કેન્દ્ર બોટાદ

20/07/2026

મો. 9265404987

Address

At. Salaiya Ta. Botad Di. Botad
Botad
364710

Opening Hours

Monday 9:20am - 6:15pm
Tuesday 9:20am - 6:15pm
Wednesday 9:19am - 6:15pm
Thursday 9:20am - 6:15pm
Friday 9:20am - 6:15pm
Saturday 9:20am - 6:15pm

Telephone

+919265404987

Alerts

Be the first to know and let us send you an email when ઓમ આયુર્વેદ સારવાર કેન્દ્ર બોટાદ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to ઓમ આયુર્વેદ સારવાર કેન્દ્ર બોટાદ:

Shortcuts

Share