11/08/2026
*P M B આરોગ્ય કેન્દ્ર દ્વારા શ્રી સરસ્વતી વિદ્યાલયના બાળકો માટે નિઃશુલ્ક 'બાળ સ્વાસ્થ્ય તપાસ અને નિદાન'નું આયોજન*
ધંધુકા:
P M B ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત *P M B આરોગ્ય કેન્દ્ર દ્વારા* સામાજિક જવાબદારીના ભાગરૂપે આજે *શ્રી સરસ્વતી વિદ્યાલય ખાતે બાળવાટિકા થી ધોરણ ૫ ના બાળકો માટે એક વિશેષ ‘ફ્રી બાળ સ્વાસ્થ્ય તપાસ અને* *નિદાન કેમ્પ’* નું આયોજન કરવામાં આવ્યું હતું.
નાની વયે બાળકોમાં થતી શારીરિક સમસ્યાઓનું સમયસર નિદાન થાય તે હેતુથી આ તપાસ યોજવામાં આવી હતી. આ કેમ્પ દરમિયાન P M B આરોગ્ય કેન્દ્રના નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા શાળાના તમામ *બાળકોની આંખ, દાંત તેમજ સામાન્ય શારીરિક સ્વાસ્થ્ય (ઊંચાઈ, વજન વગેરે)* ની વિગતવાર તપાસ કરી સચોટ નિદાન કરવામાં આવ્યું હતું.
*તપાસ દરમિયાન તબીબો દ્વારા બાળકોને મુખની યોગ્ય સ્વચ્છતા (Oral Hygiene), દાંતની સંભાળ તેમજ રોગપ્રતિકારક શક્તિ જાળવવા માટેની અગત્યની ટેવો અંગે ખૂબ જ સરળ ભાષામાં માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હ�