08/02/2026
માતાપિતાની સૌથી મોટી ભૂલ:👇
બાળક જમતું નથી તો ફોર્સ કરી કરી ને જમાડવું.
👉શા માટે આ ભૂલ છે ?
તો પહેલાં એ સમજીએ કે બાળક શા માટે નથી જમતું.
🧍
- બાળક પોતાના નેચરને અનુકૂળ જીવે છે.
- જો ખૂબ તરસ લાગશે તો પાણી જ પીધાં કરશે.
- જો ભૂખ લાગશે તો કંઈક ને કંઈક ખાવા જોશે.
- પરંતુ જો એને પેટમાં ભૂખની અનુભૂતિ જ નહીં થાય, તો એ જમશે નહીં. બાળકોમાં સ્વભાવિક એનર્જી વધુ હોવાથી ઓછું ખાવા છતાં એ રમ્યા કરશે.
- ફોર્સ કરીને બાળકને જમાડવાથી પાચનક્રિયા પર વધારાનો લોડ આવે છે.
- જેમ થોડાં લાકડાં સાથે અગ્નિ પ્રગટાવી હોય અને વધુ મોટા લાકડાં ઉમેરીએ તો અગ્નિ ઓલવાઈ જાય છે, એવી રીતે ભૂખ કરતા વધુ આહાર આપવાથી પાચન સુધરતું નથી.
- ખોરાક પચે નહીં તો શરીરને પોષણ પણ ન મળે, જેથી વજન વધતો નથી.
- સારું ખવડાવવું એના કરતાં પૂરતું પચાવવું એ મહત્વનું છે.
શું આપ પણ આવું જ અનુભવો છો ?