Askdrsavaj

Askdrsavaj Dr.Suresh Savaj D.H.M.S, D.S.A, P.G.D.I.T , A doctor of Homoeopathic medicine, Herbal medicine

અહી જણાવેલ પ્રયોગો ડોકટર અથવા વૈદ્ય ની સલાહ અનુસાર જ કરવા .

એલોવેરામાં વિટામિન એ, સી, બી12 સહિત ફોલિક એસિડ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ જેવા ખૂબ જ ફાયદાકારક ન્યૂટ્રિઅન્ટ્સ હોય છ...
01/09/2026

એલોવેરામાં વિટામિન એ, સી, બી12 સહિત ફોલિક એસિડ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ જેવા ખૂબ જ ફાયદાકારક ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે.

આપણા શરીરને 21 એમિનો એસિડની જરૂર હોય છે. જેમાંથી 18 એમિનો એસિડ માત્ર એલોવેરામાંથી મળી શકે છે. એલોવેરા 5,000 વર્ષ જુની રામબાણ ઔષધી છે. જેની લગભગ 250 જેટલી પ્રજાતિઓ છે. આ પ્રજાતિઓમાંથી એક સૌથી વધારે પ્રભાવશાળી છે, તે છે બાર્બાડેન્સીસ મીલર.

એલોવેરા જ્યૂસમાં ભરપૂર એન્ટીઓક્સીડેન્ટ પણ હોય છે. જે શરીરની મોટાભાગની બીમારીઓ દૂર કરવામાં મદદ કરે છે અને શરીરની ઈમ્યૂનિટી પણ વધારે છે. આ સિવાય સ્કિન માટે પણ એલોવેરા બહુ જ લાભકારી છે. રોજ 200-300 મિલી. એલોવેરા જ્યૂસ પીવું. બોડી ડિટોક્સિફિકેશન નું કામ ખુબ સરળ થઈ જશે.

એક ચમચી એલોવેરા જેલ અને એક ચમચી મધ
મિક્ષ કરી ને તેમાં એક ચમચી કેળાની પેસ્ટ અને
એક ચમચી લીંબુનો રસ ઉમેરી પેસ્ટ બનાવી માથા પર 10 મિનિટ લગાવી રાખવી અને પછી માથું ધોઈ લેવું.. હેર સ્પા થઈ જશે

ચામડી ના દરેક પ્રકાર ના રોગ પે એલોવેરા રાહત આપેછે

નોંધ :- એલોવેરા ની માર્કેટ માં 95 ટકા પ્યોર જેલ લગભગ બધાજ મેડિકલ સ્ટોર્સ માં ઉપલબ્ધ હોય છે એ એક ડબ્બી લઈ ને ઘરે રાખવી જે નાની ઇજાઓ અને દાઝયા પર લગાડવા માટે ઇમરજન્સી માં કામ લાગી શકે છે

ડો.સુરેશ સાવજ

સુરત

01/09/2026
"રોજે એક દાડમ ખાઓ અનેક બિમારીઓ થી દુર રહો "સૌથી બેસ્ટ ફ્રૂટપુરુષો માટે નું ઉત્તમ ફ્રૂટસ્ત્રીઓ માટે નું ઉત્તમ ફ્રૂટલિપિડ ...
30/08/2026

"રોજે એક દાડમ ખાઓ અનેક બિમારીઓ થી દુર રહો "

સૌથી બેસ્ટ ફ્રૂટ

પુરુષો માટે નું ઉત્તમ ફ્રૂટ
સ્ત્રીઓ માટે નું ઉત્તમ ફ્રૂટ

લિપિડ ઓછું કરવા માટે નું ફ્રૂટ
ઝાડા, મરડો, લિવર , સ્કિન ના રોગો માટે બેસ્ટ ફ્રૂટ

આધુનિક વિજ્ઞાનની દ્રષ્ટિએ દાડમની પૌષ્ટિકતા તેમાં રહેલા પોટેશિયમ, સોડિયમ, મેગ્નેશિયમ જેવા ક્ષાર ઉપરાંત તેમાં વિટામીન સી, વિટામીન બી-૬ અને થોડી માત્રામાં લોહતત્વને કારણે વિશિષ્ટ છે. દાડમમાં એક વિશિષ્ટ કમ્પાઉન્ડ પ્યુનીકેલેજીન રહેલું છે જે વિશે થયેલ તાજા સંશોધનથી એવું સાબિત થયું છે કે, Punicalagin એન્ટીઓક્સિડન્ટ અસર કરે છે, તે ઉપરાંત કોલેસ્ટેરોલ ઘટાડવા માટે પણ અસરકારક છે.

દાડમનાં સૂકા દાણા ૩૨ તોલા, તજ-તમાલપત્ર-એલચી સમપ્રમાણ ભેળવેલું ચૂર્ણ – ૪ તોલા, સૂંઠ-મરી-પીપરનું સમપ્રમાણ ભેળવેલું ચૂર્ણ – ૪ તોલા, વંશલોચનનું ચૂર્ણ – ૧ તોલો, સુગંધી વાળાનું ચૂર્ણ – ૧ તોલો, સાકરનું ચૂર્ણ – ૩૨ તોલા – આ મુજબનાં પ્રમાણમાં દરક ચૂર્ણને ભેળવવાથી દાડિમાષ્ટક ચૂર્ણ બને છે.જે રોજે થોડી માત્રા માં લેવાથી શરીર માં હૃદય અને આંતરડા ને લગતી બિમારીઓ માં રાહત આપે છે.

દાંતના પેઢાની તકલીફથી પરેશાન હોવ તો દાડમની છાલને સૂકવીને તેનો પાવડર બનાવી લોઅને તેનાથી દાંત સાફ કરો. તેનાથી દાંત ચમકશે અને પેઢા મજબૂત બનશે.

હથેળી અને પગના તળિયામાં બળતરાં થતી હોય તો દાડમના પાનને પીસીને લગાવવાથી રાહત થશે.

દાડમ ના ફૂલ ના રસ કાઢી ને નાક માં એના ટીપાં મુકવાથી વારંવાર ફૂટતી નસકોરી માં રાહત થાય છે

ટેસ્ટોસ્ટેરોન નુ લેવલ દાડમ થી વધતું હોવાથી પુરુષો માટે બેસ્ટ મેડીસીન કહી શકાય

વજન ઉતારવા માટે પણ દાડમ ખાઈ શકાય

ડો.સુરેશ સાવજ
સુરત

ધાધર માટે નો પ્રયોગ ઘણા દર્દીઓ ને પરિણામ આપે છે..
28/08/2026

ધાધર માટે નો પ્રયોગ ઘણા દર્દીઓ ને પરિણામ આપે છે..

ભોંય આમલી / હજાર દાણિયા આ વનસ્પતિ અત્યારે ઠેર ઠેર ઉગેલી જોવા મળે છેડેન્ગ્યુ, મેલેરિયા, લિવર ની બિમારી માટે એનો ઉપયોગ થાય...
26/08/2026

ભોંય આમલી / હજાર દાણિયા

આ વનસ્પતિ અત્યારે ઠેર ઠેર ઉગેલી જોવા મળે છે
ડેન્ગ્યુ, મેલેરિયા, લિવર ની બિમારી માટે એનો ઉપયોગ થાય છે.

Address

Surat

Opening Hours

Monday 10am - 12pm
5:30pm - 8pm
Tuesday 10am - 12pm
5:30pm - 8pm
Wednesday 10am - 12pm
5:30pm - 8pm
Thursday 10am - 12pm
5:30pm - 8pm
Friday 9am - 12pm
5:30pm - 5pm
Saturday 10am - 12pm
5:30pm - 8pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Askdrsavaj posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share