18/08/2026
ગર્ભાશયના મુખનું કેન્સર (સર્વાઇકલ કેન્સર) અટકાવી શકાય છે, અને તેને રોકવાની ચાવી હવે તમારા ઘરઆંગણે જ ઉપલબ્ધ છે. HPV રસીકરણ હવે આપણા નિયમિત રસીકરણ કાર્યક્રમનો એક ભાગ બની ગયું છે.
અગત્યની માહિતી:
કોના માટે: ૧૪ થી ૧૫ વર્ષની તમામ કિશોરીઓ માટે.
ક્યારે: દર બુધવારે નિયમિત મમતા સત્ર દરમિયાન.
ક્યાં: તમારા નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC), સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC), સબ-સેન્ટર કે આંગણવાડીની મુલાકાત લો.
ડોઝ: ડાબા હાથના ઉપરના ભાગમાં માત્ર એક જ ડોઝ (0.5 ml).
સંપૂર્ણ સુરક્ષિત: HPV રસી સંપૂર્ણપણે સલામત છે. ઇન્જેક્શનની જગ્યાએ સામાન્ય દુખાવો કે હળવો તાવ જેવી સામાન્ય અને નજીવી આડઅસર બે દિવસમાં કુદરતી રીતે જ મટી જાય છે.
દીકરીના સ્વાસ્થ્ય બાબતે વિલંબ ન કરો. આ બુધવારની એક ટૂંકી મુલાકાત તેનું ભવિષ્ય સુરક્ષિત કરશે. વધુ માહિતી માટે આજે જ તમારા સ્થાનિક આશા (ASHA) બહેન અથવા આરોગ્ય કાર્યકરનો સંપર્ક કરો.