Homeopathy Rajkot

Homeopathy Rajkot Best Homeopathic Clinic In Rajkot. Holistic Healing With Trusted Homeopathy. Small Dose, Big Results.

29/08/2026

તમને માઇગ્રેન છે? તો આ વાત તમે Notice કરી છે? 👀

માઇગ્રેનનો એટેક અચાનક આવે છે એવું લાગે છે પણ ઘણી વાર એના પહેલાં શરીર અને તમારા Routineમાં કેટલાક નાના-નાના ફેરફાર થયા હોય છે.

• લાંબો Screen Time?
• ભૂખ્યા રહ્યા?
• ઊંઘ પૂરી ન થઈ?
• વધારે Stress હતો?
• Bright Light કે Loud Noise?

અથવા કદાચ કંઈક ખાધું હતું અથાણું, આથાવાળો ખોરાક, Chocolate, Caffeine, Ice Cream કે તીખું ખાવાનું?

પણ અહીં સૌથી મહત્વની વાત એ છે કે દરેક વ્યક્તિનો Trigger અલગ હોય છે.

એટલે બધું જ ખાવાનું બંધ કરી દેવાને બદલે, દરેક એટેક પહેલાં શું બદલાયું હતું એ Note Down કરો. 📝

જો એક જ વસ્તુ વારંવાર દેખાય, તો કદાચ એ તમારો Personal Migraine Trigger છે.

તમારા Triggerને ઓળખશો, તો એને Avoid કરીને એટેકની Frequency ઘટાડવામાં મદદ મળી શકે છે અને તમારી સ્થિતિ પ્રમાણે યોગ્ય સારવાર માટે પણ વધુ સારી સમજ મળી શકે છે.

👇 તમારો Migraine Trigger શું છે?

આમાંથી કોઈ એક કે પછી કંઈક અલગ? Comment કરીને જણાવજો.

[ Migraine, Migraine Triggers, Migraine Attack, Migraine Symptoms, Migraine Relief, Migraine Prevention, Migraine Awareness, Food Triggers, Stress and Migraine, Sleep and Migraine, Screen Time and Migraine, Migraine Diary, Migraine Tracking, Headache Awareness, Chronic Migraine, Migraine Management,

28/08/2026

બાળક રડે એટલે મમ્મીને જ કેમ ખબર પડી જાય છે કે શું થયું છે? 👶🏻

કારણ કે બાળક બોલી નથી શકતું એટલે એની દરેક વાત રડવાના અવાજમાં છુપાયેલી હોય છે.

ભૂખ લાગી હોય,
પેટમાં ગેસ કે અસ્વસ્થતા હોય,
ફીડિંગ પછી ડિસ્કમ્ફર્ટ થતું હોય,
ઠંડી-ગરમી લાગતી હોય…
દરેક વખતે રડવાનો ટોન થોડો અલગ હોઈ શકે છે.

અને આ નાનો એવો ફરક સૌથી પહેલાં કોણ પકડે છે?

મમ્મી. ❤️

એટલે બાળક રડે ત્યારે દરેક વખતે ગભરાવાની જરૂર નથી.

પહેલા સમજવાનો પ્રયત્ન કરો કે બાળક શું કહેવા માંગે છે.

હા, જો બાળક સતત રડતું રહે, વધારે અસ્વસ્થ લાગે, વારંવાર ઉલટી કરે, તાવ આવે અથવા વજન યોગ્ય રીતે ન વધતું હોય, તો ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

કારણ કે બાળકનું રડવું એની ભાષા છે, અને મમ્મી એની સૌથી નજીકની ભાષા સમજણ છે.

આ Reel દરેક મમ્મી સુધી જરૂર Share કરજો.

[ Baby Crying, Baby Crying Reasons, Understanding Baby Cry, Newborn Care, Newborn Baby, Baby Care, New Mom, New Parents, Mother and Baby, Parenting Tips, Parenting Advice, Infant Care, Baby Health, Baby Discomfort, Feeding Problems, Baby Gas, Infant Reflux, Baby Development, Child Care, Pediatric Care, Health Awareness, Homeopathy]

25/08/2026

બેઠા કે સૂતા પછી અચાનક ઊભા થાઓ અને ચક્કર આવે છે?

દર વખતે કારણ Low BP જ હોય એવું નથી! આપણે સામાન્ય રીતે તરત કહી દઈએ છીએ, “BP ઘટી ગયું હશે.”

પણ અચાનક ઊભા થતાં ચક્કર આવવા પાછળ એક નહીં, ઘણા કારણો હોઈ શકે છે.

• શરીરમાં પાણીની કમી
• બ્લડ શુગર ઓછું થવું
• હિમોગ્લોબીન ઓછું હોવું
• કેટલીક BP અથવા Diuretic દવાઓ

અને હા, Low BP પણ એક કારણ હોઈ શકે છે.

એટલે આવી તકલીફ વારંવાર થતી હોય તો માત્ર BP ચેક કરીને અટકી ન જશો.

BP • Blood Sugar • Hemoglobin • Current Medicines

આ ચારેય બાબતોનું યોગ્ય Evaluation કરાવવું જરૂરી છે.

કારણ કે લક્ષણને દબાવવાથી નહીં,પણ સાચું કારણ શોધવાથી યોગ્ય Solution મળે છે.

👉 જેને ઊભા થતાં જ ચક્કર આવે છે, એમને આ Reel જરૂર Share કરજો.

[ Dizziness, Dizziness on Standing, Sudden Dizziness, Low Blood Pressure, Orthostatic Hypotension, Blood Pressure, Low Blood Sugar, Dehydration, Low Hemoglobin, Anemia, Medication Side Effects, Diuretic Medicines, Health Awareness, Patient Awareness, Medical Awareness, Health Checkup, Doctor Advice, Homeopathy, Homeopathy Treatment]

23/08/2026

સાહેબ, 100% Guarantee છે તો જ સારવાર કરાવીશ. આજ સુધીમાં ઘણા બધા દર્દીઓ મને એક જ સવાલ પૂછે છે.

અને honestly, વર્ષોથી તકલીફ સહન કરતા દર્દી માટે આવો સવાલ થવો સ્વાભાવિક છે.

ખાસ કરીને psoriasis, arthritis, migraine કે PCOD જેવી લાંબા સમયથી ચાલતી તકલીફોમાં દર્દી ઈચ્છે છે કે હવે જે સારવાર કરાવું એ ચોક્કસ કામ કરે.

પણ સારવારમાં 100% Guarantee કરતાં સાચું Assessment અને યોગ્ય Guidance વધારે જરૂરી છે.

કારણ કે કોઈપણ દર્દીની સારવારનું પરિણામ ઘણી બધી બાબતો પર આધાર રાખે છે,

બીમારી કેટલા સમયથી છે, તેની સ્થિતિ કેવી છે, અત્યાર સુધી શું સારવાર થઈ છે, ઉંમર કેટલી છે અને શરીર સારવારને કેવી રીતે respond કરે છે.

આ બધું સમજ્યા પછી જ કોઈ જવાબદાર ડૉક્ટર તમને કહી શકે કે કેટલો સુધારો શક્ય છે અને અંદાજે કેટલો સમય લાગી શકે.

એટલે માત્ર Guarantee આપનાર ડૉક્ટર શોધવા કરતાં, તમારી પરિસ્થિતિને સમજીને સાચી વાત કરનાર ડૉક્ટર પર ભરોસો રાખો.

કારણ કે ખોટી Guarantee તમને થોડા સમય માટે આશા આપી શકે, પણ સાચું Guidance તમને યોગ્ય દિશા આપે છે.

આ વાત કોઈ એવા વ્યક્તિ સુધી Share જરૂર કરજો, જે સારવાર શરૂ કરતા પહેલા “100% Guarantee છે?” એવું પૂછે છે.

[ Treatment Guarantee, Medical Treatment, Chronic Disease Treatment, Patient Awareness, Doctor Advice, Realistic Treatment Expectations, Patient Guidance, Long Term Illness, Chronic Conditions, Psoriasis Treatment, Arthritis Treatment, Migraine Treatment, PCOD Treatment, Healthcare Awareness, Medical Awareness, Patient Education, Doctor Patient Trust, Homeopathy, Homeopathy Treatment, Holistic Healthcare]

21/08/2026

નવા મમ્મી-પપ્પા બાળકના ઉછેરમાં સૌથી મોટી ભૂલ શું કરે છે? 👶🏻

બાળકને લઈને વધારે પડતું Overthink કરવું અને દરેક વસ્તુ જલ્દી કરાવવાની ઉતાવળ કરવી.

આજના Internetના જમાનામાં માહિતીની કમી નથી…

પણ ક્યારેક વધુ પડતી માહિતી જ નવા મમ્મી-પપ્પાને વધારે ડરાવી દે છે.

“આવું તો નથી થઈ ગયું ને?”
“બાળક હજી આવું કેમ નથી કરતું?”
“બીજાનું બાળક તો આટલું જલ્દી કરવા લાગ્યું…”

પણ દરેક બાળકની પોતાની pace અને development હોય છે.

બાળક હેલ્ધી છે, સારી રીતે feed થાય છે અને યોગ્ય રીતે grow કરે છે, તો દરેક milestone જલ્દી આવે એની ઉતાવળ કરવાની જરૂર નથી.

બાળકને પ્રેમ આપો, યોગ્ય કાળજી આપો… અને સૌથી જરૂરી એને એનો સમય આપો.

કારણ કે જમાનો ઝડપી છે, પણ બાળકને ઝડપથી મોટું થવાની જરૂર નથી.

હમણાં જ નવા Parents બન્યા હોય એવા કોઈને આ Reel જરૂર Share કરજો.

[ New Parents, Parenting Tips, Parenting Advice, Newborn Care, Baby Care, Child Development, Baby Development, First Time Parents, Parenting Journey, Newborn Parenting, Infant Care, Baby Milestones, Overprotective Parenting, Parenting Anxiety, Healthy Baby, Child Care, New Mom, New Dad, New Parent Guidance, Homeopathy]

18/08/2026

“દર્દીની ખબર કાઢવા”ની આપણી આ પ્રથા…ખરેખર દર્દી માટે સારી છે?

આપણે ક્યારેય આ સવાલ કર્યો છે?

દર્દીને મળવા આવતાં સગા-વહાલા માટે ચા-પાણી, જમવાનું, મહેમાનગતિ અને હોસ્પિટલમાં તો ક્યારેક દર્દીને મળવા સાથે ડૉક્ટરને મળવાનો પણ આગ્રહ!

પણ આજના સમયમાં એક વાત સમજવાની જરૂર છે. ખબરઅંતર પૂછવું અને મદદ કરવી, બંને એક જ વાત નથી.

ક્યારેક એક ફોન પૂરતો હોય છે.
ક્યારેક એક મેસેજ પૂરતો હોય છે.
અને ક્યારેક તમારી હાજરી કરતાં તમારો સાચો સહકાર વધારે જરૂરી હોય છે.

કારણ કે દર્દીની સાથે પરિવાર પણ એકસાથે ઘણી જવાબદારીઓ સંભાળી રહ્યો હોય છે.

ખબર કાઢવી એ ફક્ત ફોર્માલિટી ન રહે,પરંતુ ખરેખર સાથ બને એ વિચારવાનો સમય છે.

તમને શું લાગે છે?

આપણી “ખબર કાઢવાની” રીતમાં થોડો ફેરફાર જરૂરી છે?

[Patient Care, Patient Support, Family Support, Hospital Care, Healthcare Awareness, Patient Wellbeing, Family Responsibilities, Hospital Etiquette, Healthcare Thoughts, Patient Family, Emotional Support, Medical Care, Health Awareness, Doctor Advice, Homeopathy, Homeopathy Doctor]

     

15/08/2026

કિડનીની તકલીફમાં સૌથી મોટી સમસ્યા એ છે કે…

ખબર પડે ત્યાં સુધી ઘણું નુકસાન થઈ ચૂક્યું હોય શકે છે. 🩺

કિડની ડેમેજની શરૂઆતમાં ઘણીવાર કોઈ સ્પષ્ટ લક્ષણો દેખાતા નથી.

પેશાબ સામાન્ય આવતો હોય એટલે બધું બરાબર છે એવું માનવું પણ યોગ્ય નથી.

ખાસ કરીને જો તમને Diabetes, High BP હોય અથવા BP અને Sugar લાંબા સમયથી Controlમાં ન હોય, તો Kidney Health પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે.

એ જ રીતે Painkillersનો વારંવાર અથવા લાંબા સમય સુધી ઉપયોગ પણ કિડની માટે જોખમ વધારી શકે છે.
એટલે માત્ર લક્ષણોની રાહ ન જુઓ.

જો તમે Risk Groupમાં આવો છો, તો સમયાંતરે Kidney Function Tests અને Urine Albumin જેવી તપાસ કરાવવી મહત્વપૂર્ણ બની શકે છે.

કારણ કે—

કિડનીની બીમારી વહેલી ઓળખાય, તો આગળનું નુકસાન અટકાવવાની તક પણ વધુ રહે છે.

તમારા પરિવારના કોઈને Diabetes, BP અથવા Kidneyની તકલીફ હોય તો આ માહિતી તેમની સાથે જરૂર Share કરજો.

[ Kidney Health, Kidney Disease, Kidney Damage, Kidney Function, Kidney Failure, Early Kidney Disease, Kidney Disease Symptoms, Kidney Disease Prevention, Kidney Screening, Kidney Function Test, Urine Albumin, Urine Test, Diabetes and Kidney, High BP and Kidney, Hypertension and Kidney Disease, Painkillers and Kidney Damage, Chronic Kidney Disease, CKD, Kidney Awareness, Ren

13/08/2026

🍕 “મેંદો પેટમાં ચોંટી જાય છે”, તમે પણ આ વાત સાચી માનો છો?

મેંદો ખાવું યોગ્ય છે કે નહીં એ એક અલગ ચર્ચા છે, પણ મેંદો પેટમાં ચોંટી જાય છે એ માન્યતા વૈજ્ઞાનિક રીતે સાચી નથી.

ઘણીવાર આપણે કોઈ વસ્તુની ચિકાશ, texture કે હાથમાં ચોંટવાની ક્ષમતા પરથી એવું માની લઈએ છીએ કે એ પેટની અંદર પણ ચોંટી જશે. પરંતુ આપણા મોઢા, પેટ અને ચામડીની રચના એકસરખી નથી.

હા, મેંદાનું વધારે સેવન કરવાથી ફાઇબરનું પ્રમાણ ઓછું મળવું, Blood Sugar ઝડપથી વધવું અને પાચન સંબંધિત તકલીફો જેવી બાબતો થઈ શકે છે.

એટલે વાત પેટમાં ચોંટે છે કે નહીં? એ નથી વાત એ છે કે તમારા આહારમાં તેનું પ્રમાણ કેટલું છે અને તમે તેની જગ્યાએ શું પસંદ કરો છો.

👉Share કરો એ વ્યક્તિ સાથે જેને લાગે છે કે “મેંદો તો પેટમાં ચોંટી જાય છે!

[ Maida, Refined Flour, Maida Myth, Health Myths, Digestive Health, Gut Health, Blood Sugar, Fiber, Nutrition, Healthy Diet, Food Myths, Science Based Health, Health Awareness]

11/08/2026

“ડૉક્ટરે આ લેબોરેટરી જ કેમ કહી?”, શું દરેક Blood Test માટે એક જ Lab જરૂરી છે?

ઘણા લોકો Report કરાવતી વખતે માત્ર “કેટલા રૂપિયામાં થશે?” એ જ જુએ છે.

પરંતુ દરેક Test માટે કિંમત કરતાં Accuracy અને Consistency વધુ મહત્વની હોઈ શકે છે.

સરળ રીતે સમજીએ તો:

🔹 Routine Tests — CBC, Blood Sugar, TSH જેવા Standard Tests માટે સારી અને વિશ્વસનીય કોઈપણ Lab યોગ્ય હોઈ શકે છે.

🔹 Follow-up Tests — અગાઉના Report સાથે સરખામણી કરવી હોય તો શક્ય હોય ત્યાં સુધી Same Laboratory રાખવી વધુ યોગ્ય રહે છે, જેથી પરિણામોની Comparison વધુ meaningful રહે.

🔹 Specialised Tests — Hormones, Vitamin Levels, Autoimmune Markers અથવા Genetic Tests જેવા Tests માટે Quality અને Accuracy પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે.

એટલે આગલી વખતે Report કરાવવા જાઓ ત્યારે માત્ર “સસ્તું ક્યાં છે?” એ નહીં...

“મારે કયો Test કરાવવાનો છે અને તેના માટે કઈ પ્રકારની Lab યોગ્ય છે?” એ પણ વિચારજો.

કારણ કે Health Reportsમાં માત્ર Price નહીં, Quality અને Accuracy પણ મહત્વની છે.

📌 આ માહિતી તમારા પરિવારના કોઈને ઉપયોગી થઈ શકે તો જરૂર Share કરજો.

[ Laboratory Tests, Blood Test, Lab Report, Medical Tests, CBC, Blood Sugar, TSH, Follow-up Test, Specialised Tests, Hormone Test, Vitamin Test, Autoimmune Test, Genetic Test, Diagnostic Tests, L

Address

303, City Square, Opp Astron Underbridge, Near Vikas Pharmacy
Rajkot
360002

Opening Hours

Monday 9:30am - 1pm
4pm - 8pm
Tuesday 9:30am - 1pm
4pm - 8pm
Wednesday 9:30am - 1pm
4pm - 8pm
Thursday 9:30am - 1pm
4pm - 8pm
Friday 9:30am - 1pm
4pm - 8pm
Saturday 9:30am - 1pm
4pm - 8pm

Telephone

+919004009404

Alerts

Be the first to know and let us send you an email when Homeopathy Rajkot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Homeopathy Rajkot:

Shortcuts

Share